Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Corona India Update - કોરોનાનો વધુ એક ડરાવનારો રેકોર્ડ, એક દિવસમાં 4 લાખથી વધુ કેસ

Corona India Update - કોરોનાનો વધુ એક ડરાવનારો રેકોર્ડ, એક દિવસમાં 4 લાખથી વધુ કેસ
, શનિવાર, 1 મે 2021 (11:11 IST)
કોરોનાનુ પ્રંચડ રૂપ નિયંત્રણમાં આવવાને બદલે દરરોજ વધુને વધુ વિકરાળ થતુ જઈ રહ્યુ છે. કોરોના દરરોજ, પોતાના પાછલા રેકોર્ડ તોડી રહ્યુ છે.  છેલ્લા ચોવીસ કલાકમાં દેશમાં ચાર લાખથી પણ વધુ નવા કોરોના કેસ સામે આવ્યા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા મુજબ દેશમાં 4,01,993 નવા કોરોના કેસ આવ્યા છે, જે એક ડરાવનારો આંકડો છે. આ ઉપરાંત વીતેલા ચોવીસ કલાકમાં 3532 લોકોના કોરોનાને કારણે જીવ પણ ગયા છે આ પહેલા એક દિવસની વાત કરીએ તો એક દિવસ પહેલા દેશમાં કોરોનાના 3,86,452 નવા કેસ સામે આવ્યા હતા.  જ્યારે કે 3,498 દર્દીઓ કોરોનાને કારણે મૃત્યુ પામ્યા હતા. 
 
દેશમાં આજથી વેક્સીનેશનુ ત્રીજુ ચરણ પણ શરૂ થઈ ગયુ છે. આજથી 18-45 વર્ષથી વધુ વયના લોકો પણ વેક્સીન લગાવી શકશે.  પણ દુર્ભાગ્યથી અનેક મોટા રાજ્યોમાં વૈક્સીનની ખૂબ જ શોર્ટેજ છે.  જેને કારણે રાજ્યોમાં 1 મેથી શરૂ થઈ રહેલ વેક્સીનેશન પોગ્રામને શરૂ કરવામાં અસમર્થતા દર્શાવી છે કે પછી થોડુ ઘણુ જ વેક્સીનેશન શરૂ થયુ છે.  મહારાષ્ટ્ર, ગોવા, યૂપી, રાજસ્થાન, ગુજરાત, આંધ્રપ્રદેશ જેવા રાજ્યોમાં વેક્સીનની કમી છે.  ભલે વેક્સીનેશન હેઠળ ત્રીજુ ચરણ આજે શરૂ કરી દેવામાં આવી રહ્યુ છે પણ રાજ્યોને તેને યોગ્ય રીતે શરૂ કરવામાં હજુ સમય લાગશે. 
 
દેશની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્ર હાલ કોરોના હોટસ્પોટ બનેલા છે. દિલ્હીમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 27,047 નવા મામલા સામે આવ્યા છે. બીજી બાજુ 375 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. ફક્ત દિલ્હીમાં જ સક્રિય દર્દીઓની સંખ્યા 99,361 પહોચી ગઈ છે. ણ કોરોનાની બીજી લહેરમાં સૌથી પ્રભાવિત રાજ્ય કોઈ છે તો એ છે મહારાષ્ટ્ર.  અહી છેલ્લા 24 કલાકમાં 62,919 નવા કેસ સામે આવ્યા. 828 લોકોના કોરોનાને કારણે મોત થયા. હાલ મહારાષ્ટ્રમાં 6,62,640 સક્રિય મામલા છે. 
 
અત્યાર સુધી 2,11,825 લોકોના મોત 
 
છેલ્લા 24 કલાકમાં વધુ 3521 લોકોનાં મોત થયાં છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 828, દિલ્હીમાં 375, ઉત્તર પ્રદેશમાં 332, કર્ણાટકમાં 217, છત્તીસગઢમાં 269, ગુજરાતમાં 173, રાજસ્થાનમાં 155, ઝારખંડમાં 120, 113 પંજાબ. અને તમિલનાડુમાં 113 લોકોનાં મોત નીપજ્યાં છે, દેશમાં સંકમણના કારણે અત્યાર સુધીમાં કુલ 2,11,835 લોકો મૃત્યુ પામ્યા છે, જેમાંથી મહારાષ્ટ્રમાં 68,813, દિલ્હીમાં 16,148, કર્ણાટકમાં 15,523, તમિલનાડુમાં 14,046, ઉત્તર પ્રદેશમાં 12,570, પશ્ચિમ બંગાળમાં 11,344, પંજાબમાં 9022 અને છત્તીસગઢમાં 8581 લોકોનાં મોત થયાં છે.
 
73.05 ટકા કેસ આ 10 રાજ્યોમાંથી આવ્યા 
 
દેશમાં સંક્રમણના એક દિવસમાં નોંધાયેલા નવા કેસોમાં 73.05 ટકા મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ અને દિલ્હી સહિત 10 રાજ્યોમાં નોંધાયા છે. જેમાં કર્ણાટક, કેરલ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોર કમિટીની બેઠકમાં લેવાયો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય, નિવૃત થઇ રહેલા આરોગ્યકર્મીઓની સેવા લંબાવાઇ