Dharma Sangrah

ગુજરાતમાં કુલ દર્દીઓની સંખ્યા 1021 થઈ, નવા વિસ્તારોમાં કેસ વધ્યાં

Webdunia
શુક્રવાર, 17 એપ્રિલ 2020 (13:00 IST)
રાજ્યમાં નવા 92 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કુલ પોઝિટિવ દર્દીઓની સંખ્યા 1021 થઇ છે. નવા નોંધાયેલા કેસમાં સૌથી વધુ કેસ અમદાવામાં 45, સુરતમાં 14, વડોદરામાં 9, ભરૂચમાં 8 કેસ નોંધાયા છે. તેમજ 2 દર્દીના મોત નીપજ્યાં છે. 901 દર્દી સ્ટેબલ છે અને 8 દર્દી વેન્ટિલેટર પર છે. 24 કલાકમાં 1608 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 150 પોઝિટિવ આવ્યા  હોવાનું આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છે.  રાજકોટમાં વધુ એક પોઝિટિવ કેસ આવ્યો છે.  દરમિયાન મોડી રાત્રે ભરૂચમાં વધુ ચાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ફરજ નિભાવતી મહિલા સિક્યુરિટી ગાર્ડ અને 16 વર્ષના એક કિશોરનો પણ સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનાં કુલ  17 પોઝિટિવ કેસ નોંધાયા છે. મહિસાગર જિલ્લાના વીરપુરમાં સાઉદી અરબથી આવેલા એક વ્યક્તિનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. મહિસાગર જિલ્લાનો આ પ્રથમ પોઝિટિવ કેસ હોવાથી તંત્રમાં દોડધામ મચી છે.  28 ફ્રન્ટ લાઈન વોરિયર્સ કોરોના પોઝિટિવ છે,તમામની સારવાર થઈ રહી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

આગળનો લેખ
Show comments