Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચાઈલ્ડ કેર - શુ આપનુ બાળક ખાવામાં નખરાં કરે છે, તો અપનાવો આ ટિપ્સ

Webdunia
મંગળવાર, 18 સપ્ટેમ્બર 2018 (10:02 IST)
દરેક માતા ઇચ્છે છે કે તેનું બાળક ખાઇ પીને અલમસ્ત રહે. આ જ કારણે તે બાળકને સતત ખવડાવતી પીવડાવતી રહે છે. પણ જો તમારું બાળક ખાવાનું જોતા જ નાક ચઢાવી દેતું હોય તો જરૂરી છે તમે તેને ખવડાવવાની નવી આદતો વિકસિત કરો.
 
આ માટે આ માર્ગો અપનાવી શકો છો - 
 
1. ટૂકડાંમાં ખવડાવો - ક્યારેય પ્લેટ ભરી ભરીને તેને ખવડાવવાની ભૂલ ન કરો. ભરેલી પ્લેટ જોતાં જ બાળકનું મન ધરાઇ જાય છે. કોશિશ કરો કે તને દિવસભરમાં અનેક વખત નાના-નાના ટૂકડામાં ખવડાવો. આવામાં બાળક પેટ ભરીને ખાશે.
 
2. પ્લેટ રંગીન બનાવો - બાળકનો બધુ ભાવતું નથી હોતું અને ખાસકરીને તમે અનુભવ્યું હશે કે જ્યારે ભોજન પૌષ્ટિક અને ફાયદાકારક હશે ત્યારે પણ તેને તે ખાવામાં કોઇ રસ નહીં હોય. પણ હા, જો તેની સામે બજારમાં મળતી રંગબેરંગી ખાવાની વસ્તુઓ ધરી દેવામાં આવે તો તેને તે વધુ પસંદ પડે છે અને તે તેને મન ભરીને ખાય છે. આવામાં તમે બજારમાં મળતી વસ્તુઓ ઘરે જ બનાવીને બાળકને ઘરના ભોજન તરફ આકર્ષી શકો છો. ભોજનને તેના માટે થોડું આકર્ષક બનાવીને પીરસો. જેમ કે સેલેડને કાર્ટૂન કેરેક્ટર્સમાં કાપીને આપો... રોટલી પર ઘરે બનાવેલા કેચઅપથી કે પછી તેના માટે બનાવેલી પૌષ્ટિક સબ્જીની ગ્રેવીથી સ્માઇલી દોરીને તેને આકર્ષી શકો છો. ભાતમાં તેને ડ્રાય ફ્રુટ્સનાંખીને આપો. 
 
3. ખવડાવો અને શીખવો - તે ખાય તે વખતે હંમેશા બાળક સાથે વાત કરો, તમે વધુ બોલો અને તેને ઓછું બોલવાનો મોકો આપો. તેને જમાડતી વખતે સહેજપણ વઢશો નહીં. આ સાથે બાળકને કેટલાંક મજેદાર કિસ્સા સંભળાવતા કે પછી કંઇક પણ નવું શીખવતા શીખવતા ખવડાવો. આવામાં તે હંમેશા પેટ ભરીને ખાશે અને તમને તેના પ્રત્યે કોઇ ફરિયાદ પણ નહીં રહે. 
 
4. થોડું ફોસલાવો - ખોટું બોલવું એ ખરાબ ટેવ છે. આવું આપણે હંમેશા આપણા બાળકને શીખવીએ છીએ. પણ આ વખતે તમારે તમારા બાળક સામે ખોટું નહીં બોલવું પડે. બાળકને ખાવા માટે દરેક કોળિયે કંઇક નવું જણાવવાની કોશિશ કરો. બાળકને વાર્તાઓ પસંદ પડતી હોય છે માટે તમે તેને ખવડાવતી વખતે રોચક વાર્તાઓ સંભળાવવાનું રાખો. 
 
5. સસ્મિત વાત મનાવડાવો - હિટલર મમ્મી કોઇપણ બાળકને પસંદ નથી હોતી માટે તમે પ્રેમ અને સ્મિત સાથે તેની પાસે તમારી વાત મનાવડાવવાની ટેવ પાડો. બાળકને ખાવાનું ખવડાવવા માટે સ્મિત આપીને તેની પર થોડું દબાણ કરો. રિસાવા-મનાવાની ગેમ બાળક સાથે ચાલુ રાખો અને આ રીતે ખવડાવો. તેની સાથે બાળક બની જાઓ પછી જુઓ તે ચપોચપ ખાઇ લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

હવામાન યુ-ટર્ન! આવતીકાલથી 5 જુલાઈ સુધી ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, હવામાન વિભાગે 21 જિલ્લાઓમાં ચેતવણી જારી કરી

વલસાડ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર એક કન્ટેનર ટ્રકમાં આગ લાગી.

CNG માં ઇથેનોલનું મિશ્રણ: તમારા વાહન માટે વરદાન કે નુકસાન? સત્ય જાણો!

પુણે હત્યા કેસમાં સિયાએ કેતનને ધક્કો મારતા પહેલા તેનો ફોન માંગ્યો હતો, પોલીસ તપાસમાં ખુલાસો

2026 ની સૌથી વધુ ડિમાંડવાળી નોકરીઓ! જો તમે શીખી લેશો આ 3 સ્કિલ્સ, તો કંપનીઓ રૂ. 30 લાખ સુધીના પેકેજ કરશે ઓફર

વધુ જુઓ..

ધર્મ

રુદ્રાક્ષ પહેરવાથી થાય છે અનેક ફાયદા, જાણો ક્યારે અને કેવી રીતે કરશો ધારણ ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -1 જુલાઈ 2026

દેવ સ્નાન બાદ બીમાર થયા ભગવાન જગન્નાથ, આટલા દિવસો સુધી મંદિરનાં કપાટ રહેશે બંઘ, જાણો ક્યારે થશે મહાપ્રભુના દર્શન ?

Aaj Nu Panchang- આજનુ પંચાગ -30 જૂન 2026

ભગવાન જગન્નાથની દેવ સ્નાન યાત્રા: 108 ઘડામાંથી પવિત્ર જળથી ભવ્ય અભિષેક, અને હાથીના વેશમાં દર્શન

આગળનો લેખ
Show comments