Webdunia - Bharat's app for daily news and videos

Install App

Aryan Khan: શુ અનન્યા પાંડેએ કબુલ્યુ કે તેને આર્યન ખાનને ગાંજો લેતા જોયો છે ? NCB જોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યા પાંડેને ફટકાર લગાવી

અનન્યાની કબૂલાતથી આર્યનને જામીન મળવામા થશે મુશ્કેલી

Webdunia
શનિવાર, 23 ઑક્ટોબર 2021 (13:05 IST)
NCB સૂત્રોમાંથી જાણવા મળ્યું છે કે અનન્યા પાંડે (Ananya Pandey) એ NCB અધિકારીઓની પૂછપરછમાં તેણે કબૂલાત કરી છે કે તેણે શાહરૂખ ખાન(Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન(Aryan Khan)ને એક પાર્ટીમાં ગાંજાનુ સેવન કરતા જોયો હતો. પરંતુ અનન્યા પાંડેએ એમ પણ કહ્યું છે કે આર્યન ખાન પાસે ગાંજા ક્યાથી આવ્યો એ તેને નથી ખબર. ઉલ્લેખનીય છે કે આર્યન ખાનની જામીન અરજી પર મંગળવારે સુનાવણી થવાની છે. તે પહેલા જો અનન્યા પાંડેએ ખરેખર NCB સમક્ષ આ વાત સ્વીકારી હોય તો આર્યન ખાનને જામીન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. દરમિયાન શાહરૂખ ખાનની મેનેજર પૂજા ડડલાની NCB ઓફિસમાં આવી હતી. તે દોઢ કલાક સુધી NCB ઓફિસમાં હાજર રહી હતી. જે બાદ તેઓ પરત ફર્યા હતા. તે પોતાની સાથે એક પરબીડિયું લાવ્યા હતા.  એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પરબિડીયામાં કેટલાક દસ્તાવેજો છે, જે NCB ના અધિકારીઓએ આર્યન ખાનના સંબંધમાં મંગાવ્યા હતા. 
 
આ પહેલા સમીર વાનખેડે શુક્રવારે અનન્યા પાંડેને પૂછપરછ માટે મોડા આવવા બદલ ઠપકો આપ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર અનન્યા પાંડેને ઠપકો આપતાં NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કહ્યું કે આ તમારું પ્રોડક્શન હાઉસ નથી. કેન્દ્રીય તપાસ એજન્સીની ઓફિસ છે. અનન્યા પાંડેને સવારે 11 વાગ્યે પૂછપરછ માટે બોલાવવામાં આવી હતી, પરંતુ અનન્યા બપોરે 2 વાગ્યે NCB ઓફિસ પહોંચી હતી. આનાથી સમીર વાનખેડે ઘણો ગુસ્સે થયો હતો.
 
NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ અનન્યાને મોડાં આવવાથી ખખડાવી નાખી હતી. તેમણે કહ્યું, તને 11 વાગે બોલાવવામાં આવી હતી અને તું હવે આવી રહી છે. અધિકારીઓ તારી રાહ જોવા માટે નથી બેઠા. આ કઈ તારું પ્રોડક્શન હાઉસ નથી, આ સેન્ટ્રલ એજન્સીની ઓફિસ છે, જેટલા વાગે બોલાવવામાં આવે એટલા વાગે હાજર થઈ જવું.
 
અનન્યા પાંડેને પૂછપરછ માટે ફરી સમયસર પહોંચવાની આપી સલાહ
 
આર્યન ખાન ડ્રગ્સ કેસમાં અભિનેત્રી અનન્યા પાંડેનું નામ સામે આવ્યું છે. આર્યન ખાન સાથેની તેની વોટ્સએપ સંબંધિત ચેટ સામે આવી છે. ગુરુવારે અનન્યા પાંડેનું નામ સામે આવ્યા બાદ એનસીબીની ટીમ સીધી અનન્યાના ઘરે પહોંચી હતી. તેને બપોરે પૂછપરછ માટે હાજર થવાનો આદેશ આપતા તેને બોલાવવામાં આવી હતી. સાથે જ તે જ દિવસે અનન્યાની 2 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. ગઈકાલે (શુક્રવારે) અનન્યાને ફરી પૂછપરછ માટે બોલાવવામાં આવી. પરંતુ અનન્યા પૂછપરછ માટે મોડી NCB ઓફિસ પહોંચી. જે વાત પર સમીર વાનખેડે અનન્યા પર ગુસ્સે થઈ ગયા અને તેને સમયસર આવવાની સલાહ આપી. NCBએ અનન્યા પાંડેને સોમવારે ફરી પૂછપરછ માટે બોલાવી છે. હવે જોવાનુ છે કે અનન્યા સોમવારે પૂછપરછ માટે સમયસર પહોંચી શકશે કે નહીં.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

મટન વિન્ડાલૂ સાથે સ્વાગત કરો, તેને આ રીતે તૈયાર કરો

શું ખરેખર બદ્રીનાથ ધામમાં કૂતરાઓ ભસતા નથી? જાણો કારણ

અકબર બિરબલની વાર્તા- જે થાય છે તે સારા માટે થાય છે."

આગળનો લેખ
Show comments