Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Drugs case- આજે બીજા દિવસે પણ અન્નયા પાંડેથી થશે પૂછપરછ એનસીબી ઑફિસ માટે ઘરથી નિકળી

Drugs case- આજે બીજા દિવસે પણ અન્નયા પાંડેથી થશે પૂછપરછ એનસીબી ઑફિસ માટે ઘરથી નિકળી
, શુક્રવાર, 22 ઑક્ટોબર 2021 (14:16 IST)
મુંબઈ ક્રૂઝ ડ્ર્ગ્સ કેસમાં એક્ટ્રેસ અન્નય પાંડેને આજે 22 ઓક્ટોબરે ફરી પૂછપરછ થશે. નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ સતત બીજા દિવસ અન્નયાને પૂછપરછ માટે બોલાવ્યો છે. તેને એનસીબી ઑફિઅસમાં પુરાવા દાખલ કરાવવા બોલાવવામાં આવ્યો છે. તપાસ એજન્સીને આર્યન ખાન અને તેમની વચ્ચે વોટ્સએપ ચેટ્સ મળી છે. આ ચેટના આધારે અનન્યાને પ્રશ્નો અને જવાબો આપવાના છે. 
 
અનન્યા પાંડેની સવા બે કલાક સુધી સખત પૂછપરછ કરવામાં આવી. એનસીબી તેમના જવાબોથી સંતુષ્ટ જણાતું નહોતુ. બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે(Ananya Panday) ના ઘરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો(NCB) એ છાપા માર્યા છે. એનસીબીના અધિકારીઓ અનન્યા પાંડેના ઘરે ડ્રગ્સ કેસની પૂછપરછ માટે પહોંચ્યા હતા. અધિકારીઓએ અનન્યા પાંડેના ઘરની પણ તલાશી લીધી હતી. તેનું લેપટોપ અને મોબાઈલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.
 
ગુરૂવારે આશરે બે કલાક પૂછપરછ કરાઈ. એનસીબી સોર્સેજથી મળી જાણકારી મુજબ ચેટમાં આર્યનએ અન્નયાથી ગાંકા અરેંજ કરવા માટે કહ્યુ હતુ. જવાબમાં અન્નયાએ કહ્યુ હતુ કે જરૂર પડી તો તે કરી નાખશે. તેમજ આ પણ રિપોર્ટસ છે કે આર્યન અને અન્નયાના વચ્ચે ડ્ર્ગ્સને લઈને સતત ચેટ થઈ રહી હતી. પણ ખબર આ છે કે અન્નયાથી આ ચેટ વિશે પૂછયુ તો તેણે જવાઅ આપ્યુ કે આ માત્ર મજાક હતો. 
 
30 ઓકટોબર સુધી વધી આર્યનની અટકાયત 
સ્પેશ એનડીપીએસ કોર્ટએ આર્યન ખાન અને બીજા લોકોની ન્યાયિક અટકયાતને 30 ઓક્ટોબર સુધી માટે વધારી નાખ્યુ છે. બુધવારે કોર્ટએ આર્યન ખાનને જામીન આપવાથી ના પાડી દીધી હતી. ત્યારબાદ આર્યન ખાનના વકીલોએ બૉમ્બે હાઈકોર્ટનો રૂખ કર્યો છે. જેના પર કોર્ટએ મંગળવારે સુનવણી કરવાનો ફેસલો લીધુ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિગ્ગજ અભિનેત્રી સુધા ચંદ્રનનું છલકાયુ દુખ