Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભગવાન વિષ્ણુની આરાધના, જપ, પવિત્ર અધિક માસનું મહત્વ

Webdunia
ગુરુવાર, 3 સપ્ટેમ્બર 2020 (07:51 IST)
પુરૂષોત્તમ માસ ત્રણ વર્ષમાં એક વાર આવે છે. ખુદ ભગવાને આ મસ પોતાના નામ સાથે જોડ્યો હતો. આ માસ ધાર્મિક અને પુણ્યકાર્ય કરવા માટે સર્વોત્તમ હોય છે. કારણ કે આ મહિનામાં પૂજન-પાઠ કરવાથી વધુ પુણ્ય મળે છે. આ મહિનામાં શ્રાદ્ધ, સ્નાન અને દાન કરવાથી કલ્યાણ થાય છે. 
 
અધિક માસમાં વિધિ-વિધાનની સાથે કરવામાં આવેલ ધર્મ-કર્મથી કરોડ ગણું ફળ મળે છે. પિત્તરોની કૃપા પ્રાપ્તિ માટે આ મહિનામાં પુણ્ય કર્મ કરવા જોઈએ. 
 
આ સંસારમાં મનુષ્ય માયાથી મુક્તિ મેળવવા માટે જીવન ભર ભટકતો રહે છે. તેને મુક્તિ નથી મળતી. જે ક્ષણે શ્રીમદ ભાગવત અને ભગવાન શ્રીકૃષ્ણ ભગવાન વિષ્ણુ પ્રત્યે તેમના મનમાં ભાવ જાગે છે. તે ક્ષણે માયાથી મુક્તિ મળી જાય છે. ભગવાનની ભક્તિમાં લીન થઈને પ્રાણી પાપોથી મુક્તિ મેળવીને પોતાના લોક અને પરલોક બંનેમાં સુધાર લાવે છે. 
 
પુરૂષોત્તમ માસમાં વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ અને ગણપતિ અધર્વશીષ મનુષ્યને પુણ્ય તરફ લઈ જાય છે. ભાગવત કથા અને પુરૂષોતમ માસનો સંયોગ પણ ઘણો દુર્લભ છે. કહેવાય છે કે સ્વર્ગમાં બધુ મળી શકે છે, પણ ભગવાન કથા નહી. ભગવાન મળી જશે, પણ ભગવાનની કથા નહી. અધિક માસ અર્થાત પુરૂષોત્તમ માસ ભગવાન વિષ્ણુએ માનવના પુણ્ય કાર્ય માટે બનાવ્યો છે. . 
 
પુરાણોમાં ઉલ્લેખ છે કે જ્યારે હિરણ્ય કશ્યપને વરદાન મળ્યુ કે તે વર્ષના બાર મહિનામાં ક્યારેય નહી મરે તો ભગવાને અધિકમાસની રચના કરી. 
 
ત્યારપછી જ નરસિંહ અવતાર લઈને ભગવાને તેનો વધ કર્યો. આ મહિનામાં ભગવાન વિષ્ણુના નામનું જપ કરવુ હિતકારી રહે છે. તેમના જાપ કરવા માત્રથી જ પાપમાંથી મુક્તિ મળી જાય છે.
પુરૂષોત્તમ માસ, મહત્વ, અધિક માસ, ભગવાન વિષ્ણુની આરાધના, જપ, પવિત્ર માસ
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

Pomegranate Peel Uses: દાડમની છાલ ફેંકશો નહી આ રીતે વાપરો

વધુ જુઓ..

નવીનતમ

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

Mahashivratri 2025 - મહાશિવરાત્રિ પર શિવલિંગની પૂજા કરવી કે શિવમૂર્તિની ?

નર્મદા કે હર કંકર મે શિવ શંકર, જાણો ભોલેનાથે નર્મદા નદીને આપેલ આ વરદાનનુ રહસ્ય

આગળનો લેખ
Show comments