વૃક્ષ અને છોડમાં પણ પ્રાણ હોય છે. આ દરેક પ્રકારની સકારાત્મ અને નકારાત્મક ઉર્જાનો અનુભવ કરી લે છે. કેટલાક વૃક્ષ ફક્ત સકારાત્મક ઉર્જા આપે છે અને કેટલાક ફક્ત નકારાત્મક. શુભ વૃક્ષ પર તો પિતરો અને આત્માઓનો નિવાસ પણ માનવામાં આવે છે. જો પિતૃ પક્ષમાં શુભ વૃક્ષ લગાવવામાં આવે કે તેમની ઉપાસના કરવામાં આવે તો પિતરોનો વિશેષ આશીર્વાદ મળી શકે છે.
પહેલુ વૃક્ષ છે પીપળો
- પીપળાનુ વૃક્ષ હિન્દુ ધર્મમાં સર્વાધિક પવિત્ર માનવામાં આવે છે.
- પિતૃપક્ષમાં તેની ઉપાસના કરવી કે તેને લગાવવુ વિશેષ શુભ હોય છે
- નિયમિત રૂપથી તેની નીચે દીવો પ્રગટાવવાથી કે તેમા જળ આપવાથી પિતૃ પ્રસન્ન થાય છે.
- જો કુંડળીમાં ગુરૂ ચાંડાલ યોગ છે તો પીપળો જરૂર વાવવો જોઈએ.
બીજુ વૃક્ષ છે વડ
- વડના ઝાડને આયુષ્ય આપનારુ અને મોક્ષ આપનારુ વૃક્ષ માનવામાં આવે છે.
- જો વયની સમસ્યા છે તો વડનો છોડ જરૂર લગાવવો જોઈએ.
- જો એવુ લાગે છે કે પિતરોને મુક્તિ નથી મળી તો વડના નીચે બેસીને શિવજીની પૂજા કરવી જોઈએ.
- આ ઉપરાંત વડના વૃક્ષની પરિક્રમા પણ કરવી જોઈએ.
ત્રીજુ વૃક્ષ વેલ
- શિવજીને અત્યંત પ્રિય આ વૃક્ષ મુક્તિ મોક્ષ આપી શકે છે.
- જો પિતૃ પક્ષમાં બિલીનુ વૃક્ષ લગાવવામાં આવે તો અતુપ્ત આત્માને શાંતિ મળે છે.
- અમાસના દિવસે શિવજીને બિલી પત્ર અને ગંગાજળ અર્પિત કરવાથી બધા પિતરોને મુક્તિ મળે છે.
- બિલી પત્ર પર ચંદન લગાવીને શિવજીને અર્પિત કરવાથી બિયામણા કે પિતરોના સપના નથી આવતા
ચોથુ વૃક્ષ છે આસોપાલવ
- એવુ કહેવાય છેકે જ્યા આસોપાલવ એટલે કે અશોકનુ ઝાડ હોય છે ત્યા કોઈપણ પ્રકારનો શોક નથી હોતો
- અશોકનુ વૃક્ષ ઘરના મુખ્ય દ્વાર પર લગાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવતી નથી.
- સાથે જ ઘરનુ ભારેપણુ ખૂબ ઓછુ થઈ જાય છે.
પાંચમો છોડ છે તુલસી
- એવુ કહેવાય છે કે તુલસીનો એક પાન પણ વૈકુંઠ સુધી પહોંચાડી શકે છે.
- અગ્નિ સંસ્કાર પછી એ સ્થાન પર તુલસીનો છોડ લગાવવામાં આવે છે.
- જો પિતૃ પક્ષમાં તુલસીનો છોડ લગાવીને તેની દેખરેખ કરવામાં આવે તો પિતરોને ચોક્કસ મુક્તિ મળે છે.
- તુલસીના છોડને નિયમિત જળ આપવાથી પિતરોને તૃપ્તિ મળે છે.
- તુલસીના છોડ જો ઘરમાં હંમેશા લીલો રહે અને વધતો રહે તો ઘરમાં અકાળ મૃત્યુ આવતુ નથી.