Webdunia - Bharat's app for daily news and videos

Install App

Makar Sankranti - મકરસંક્રાતિ પર પતંગ શા માટે ચગાવીએ છે - આવા જ 10 રોચક તથ્ય ઉત્તરાયણ વિશે....

Webdunia
મંગળવાર, 11 જાન્યુઆરી 2022 (11:58 IST)
ભારતમાં એ તહેવાર કે ઉત્સવ ઉજવવાનુ મહત્વ વધુ છે જેની ઉત્પત્તિ સ્થાનીક પરંપરા, વ્યક્તિ વિશેષ કે સંસ્કૃતિથી ન થઈને જેમનો ઉલ્લેખ વૈદિક ધર્મગ્રંથ, ધર્મસૂત્ર અને આચાર સંહિતામાં મળે છે. એવા કેટલાક તહેવાર છે અને તેમને ઉજવવાનો અલગ નિયમ પણ છે. આ તહેવારોમાં સૂર્ય-ચંદ્રની સંક્રાતિયો અને કુંભનુ વધુ મહત્વ છે. સૂર્ય સંક્રાતિમાં મકર સંક્રાંતિનુ મહત્વ જ વધુ માનવામાં આવ્યુ છે. માઘ મહિનામાં કૃષ્ણ પંચમીને મકર સંક્રાતિ દેશના લગભગ બધા જ રાજ્યોમાં જુદા જુદા સાંસ્કૃતિક રૂપથી ઉજવાય છે. આવો જાણીએ કે મકર સંક્રાતિના દિવસે કયા વિશેષ કાર્ય થાય છે...
 
1. કેમ કહેવાય છે 'મકર સંક્રાતિ'
મકર સંક્રાતિમાં મકર શબ્દ મકર રાશિનો ઉલ્લેખ કરે છે. જ્યારે કે સંક્રાતિ નો અર્થ સંક્રમણ અર્થાત પ્રવેશ કરવો છે. . આ દિવસે સૂર્ય ધનુ રાશિમાંથી મકર રાશિમાં પ્રવેશ કરે છે. એક રાશિ છોડીને બીજામાં પ્રવેશ કરવાની સૂર્યની આ વિસ્થાપન ક્રિયાને સંક્રાતિ કહે છે. સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે તેથી આ સમયને
મકર સંક્રાતિ કહેવાય છે. હિન્દુ મહિના મુજબ પૌષ શુક્લમાં મકર સંક્રાંતિનો તહેવાર ઉજવાય છે.
2. સૂર્ય ઉતરાયણ
 
ચંદ્રના આધાર પર મહિનાના 2 ભાગ છે. કૃષ્ણ અને શુક્લ પક્ષ. આ જ રીતે સૂર્યના આધાર પર વર્ષના 2 ભાગ છે. ઉત્તરાયણ અને દક્ષિણાયન.આ દિવસથી સૂર્ય
ઉતરાયણ થઈ જાય છે. ઉત્તરાયણ એટલે એ સમયથી ધરતીનો ઉત્તરી ગોળાર્દ સૂરય્ની તરફ વળી જાય છે. તેથી ઉત્તરથી જ સૂર્ય નીકળવા માંડે છે. જેને સોમ્યાયન પણ કહે છે. સૂર્ય છ મહિના ઉતરાયણ રહે છે અને છ મહિના દક્ષિણાયન. તેથી આ તહેવારને ઉત્તરાયણના નામથી પણ ઓળખાય છે. મકર સંક્રાતિંથી લઈને કર્ક સંક્રાંતિ વચ્ચે 6 માસનો સમયાંતરાલ હોય છે જેને ઉત્તરાયન કહે છે.
3. આ તહેવારની ભૌગોલિક વિગત
 
પૃથ્વી સાઢા 23 ડિગ્રી અક્ષ પર નમેલી હોવાથી સૂર્યની પરિક્રમા કરે છે ત્યારે વર્ષમાં 4 સ્થિતિઓ એવી હોય છે જ્યારે સૂર્યની સીધી કિરણો 21 માર્ચ અને 23 સપ્ટેમ્બરના રોજ વિષુવૃત રેખા, 21 જૂનના રોજ કર્ક રેખા અને 22 ડિસેમ્બરના રોજ મકર રેખા પર પડે છે. હકીકતમાં ચન્દ્રમાંના પથને 27 નક્ષત્રોમાં વહેંચવામાં આવ્યુ છે. જ્યારે કે સૂર્યના પથને 12 રાશિયોમાં વહેચવામાં આવ્યુ છે. ભારતીય જ્યોતિષમાં આ 4 સ્થિતિઓને 12 સંક્રાતિઓમાં વહેંચવામાં આવી છે જેમાથી 4 સંક્રાતિઓ મહત્વપૂર્ણ હોય છે. મેષ, તુલા, કર્ક અને મકર સંક્રાંતિ.
4 પાક લહેરાવવા માંડે છે...
આ દિવસથી વસંત ઋતુની પણ શરૂઆત થાય છે અને આ તહેવાર સંપૂર્ણ અખંડ ભારતમાં પાકના આગમનની ખુશીના રૂપમાં ઉજવાય છે. ચોમાસાનો પાક કપાય ચુક્યો હોય છે અને ખેતરોમાં રવી (વસંત ઋતુ)નો પાક લહેરાય છે. ખેતરમાં સરસવના ફૂલ મનમોહક લાગે છે.
 
5. ઉત્તરાયણનુ સાંસ્કૃતિક મહત્વ
મકર સંક્રાંતિના આ તહેવારને ભારતના જુદા જુદા રાજ્યોમાં ત્યાના સ્થાનીક રિવાજો મુજબ ઉજવવામાં આવે છે. દક્ષિણ ભારતમાં આ તહેવારને પોંગલના રૂપમાં ઉજવાય છે. ઉત્તર ભારતમાં તેને લોહડી, ખિચડી પર્વ, પતંગોત્સવ વગેરે કહેવાય છે. મધ્યભારતમાં તેને સંક્રાંતિ કહેવાય છે. મકર સંક્રાતિને ઉત્તરાયણ, માઘી, ખિચડી વગેરે નામથી પણ ઓળખવામાં આવે છે.
6. તલ-ગોળના લાડુ અને પકવાન
શરદીની ઋતુમાં તાપમાન ખૂબ ઓછુ રહેવાને કારણે શરીરમાં રોગ અને બીમારી જલ્દી પ્રવેશી જાય છે આથી આ દિવસ ગોળ અને તલથી બનેલા મિષ્ટાન કે પકવાન બનાવાય છે. ખવાય છે અને વહેંચાય પણ છે.તેમા ગરમી પેદા કરનારા તત્વો સાથે જ શરીર માટે લાભકારી પોષક પદાર્થ પણ હોય છે.
ઉત્તર ભારતમાં આ દિવસે ખિચડીનો ભોગ લગાવાય છે. ગોળ-તલ, રેવડી, ગઝકનો પ્રસાદ વહેંચવામાં આવે છે.
7. સ્નાન, દાન પુણ્ય અને પૂજા
એવુ કહેવાય છે કે આ દિવસે સૂર્ય પોતાના પુત્ર શનિદેવ પ્રત્યે ગુસ્સો ત્યજીને તેમના ઘરે આવી ગયા હતા. આથી આ દિવસે પવિત્ર નદીમાં સ્નાન, દાન, પૂજા વગેરે કરવાથી પુણ્ય હજાર ગણુ થઈ જાય છે. આ દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે. આ દિવસથી મળમાસ પણ સમાપ્ત થઈ જાય છે નએ શુભ મહિનો શરૂ થઈ જાય છે જેથી લોકો દાન-પુણ્યથી સારી શરૂઆત કરે છે. આ દિવસ સુખ અને સમૃદ્ધિનો ગણાય છે.
 
8. પતંગ મહોત્સવનો તહેવાર
આ તહેવારને પતંગ મહોત્સવના નામથી પણ ઓળખાય છે. પતંગ ઉડાવવા પાછળનુ મુખ્ય કારણ છે થોડા કલાક સૂર્યના પ્રકાશમાં વિતાવવા. આ સમય ઠંડીનો હોય છે અને આ ઋતુમાં સવારનો સૂર્ય પ્રકાશ શરીર માટે લાભદાયક હોય છે અને ત્વચા તેમજ હાડકા માટે અત્યંત લાભદાયક હોય છે.
તેથી ઉત્સવ સાથે જ આરોગ્યનો પણ લાભ મળે છે.
 
9. સારા દિવસની શરૂઆત
ભગવાન શ્રીકૃષ્ણએ પણ ઉત્તરાયણનુ મહત્વ બતાવતા ગીતામાં કહ્યુ છે કે ઉત્તરાયણના 6 મહિનાના શુભ કાળમાં જ્યારે સૂર્યદેવ ઉત્તરાયણ થાય છે અને પૃથ્વી પ્રકાશમય રહે છે તો આ પ્રકાશમાં શરીરનો પરિત્યાગ કરવાથી વ્યક્તિનો પુનર્જન્મ થતો નથી. આવા લોકો બ્રહ્મને પ્રાપ્ત કરે છે. આ જ કારણ હતુ કે ભીષ્મ પિતામહે શરીર ત્યા સુધી ત્યજ્યુ નહોતુ જ્યા સુધી સૂર્ય ઉત્તરાયન નહોતો થઈ ગયો.
10. ઐતિહાસિક તથ્ય
 
હિન્દુ ધર્મશાસ્ત્રો મુજબ મકર સંક્રાતિથી દેવતાઓનો દિવસ શરૂ થાય છે. જે અષાઢ મહિના સુધી રહે છે. મહાભારત કાળમાં ભીષ્મ પિતામહે પોતાનો દેહ ત્યાગવા માટે મકર સંક્રતિના દિવસની જ પસંદગી કરી હતી. મકર સંક્રાંતિના દિવસે જ ગંગાજી ભગીરથીની પાછળ પાછળ ચાલીને કપિલ મુનિના આશ્રમથી પસાર થઈ સાગરમાં જઈને મળી હતી. મહારાજ ભગીરથે પોતાના પૂર્વજો માટે આ દિવસે તર્પણ કર્યુ હતુ તેથી મકર સંક્રાતિના દિવસે ગંગાસાગરમાં મેળો ભરાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

સાઉથ ઈંડીયન સ્ટાઈલ ના દહીં ભાત

તુવેર દાળ સાદી ખીચડી

Baby Name Start With "M"- મ પરથી છોકરી માટે નવા નામ

B અક્ષરથી શરૂ થતા અનોખા નામો, આ નામો ધરાવતા બાળકો ખૂબ જ જિદ્દી હોય છે

મમ્મીને જન્મદિવસની શુભેચ્છા - Birthday Wishes For Mother

વધુ જુઓ..

નવીનતમ

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Shaniwar Upay - શનિવારે કરો આ ઉપાય બધી સમસ્યાઓ થશે દૂર

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

આગળનો લેખ
Show comments