Webdunia - Bharat's app for daily news and videos

Install App

Tulsi Vivah 2023: તુલસી વિવાહ માટે શુ રહેશે શુભ મુહૂર્ત ? જાણો યોગ્ય સમય અને પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2023 (17:48 IST)
Tulsi Vivah 2023: હિન્દુ ધર્મમાં કારતક મહિનાન સૌથી વધુ મહત્વ બતાવ્યુ છે. આ મહિને ફક્ત ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે. કારતક મહિનામાં જ ભગવાન વિષ્ણુએ શાલેગ્રામ લીધો હતો અને દેવી તુલસીને વરદાન આપ્યુ હતુ કે મારા શાલીગ્રામ રૂપ સાથે તમારી પૂજા કરવામાં આવશે અને તેમના શાલીગ્રામ રૂપને સદા તેમની સાથે રહેવાનુ વરદાન પણ  આપ્યુ હતુ.  
 
ત્યારથી તુલસી વિવાહ લોક પ્રસિદ્ધ થઈ ગયો. પણ આ વખતે કારતક મહિનામાં તુલસી વિવાહ લોક પ્રસિદ્ધ થઈ ગયો.  પણ આ વખતે કારતક માસમાં તુલસી વિવાહને લઈને લોકોમા કન્ફુઝન થઈ રહ્યુ છે. તો આવો જાણીએ શુ છે તુલસી વિવાહનુ શુભ મુહુર્ત અને સાચી તારીખ અને તેની પૂજા વિધિ વિશે..  
 
તુલસી વિવાહ ક્યારે છે
તુલસી વિવાહ - શુક્રવાર, 24 નવેમ્બર 2023
દર વર્ષે તુલસી વિવાહનો તહેવાર કારતક માસના શુક્લ પક્ષની એકાદશીના એક દિવસ પછી ઉજવવામાં આવે છે. વૈદિક કેલેન્ડર મુજબ, આ વખતે દ્વાદશી તિથિ 24 નવેમ્બર 2023, શુક્રવારના રોજ આવી રહી છે અને ઉદયતિથિ મુજબ 24 નવેમ્બરે તુલસી વિવાહ ઉજવવામાં આવશે અને આ દિવસે તુલસીજીના લગ્ન શાલિગ્રામ શિલા સાથે થશે.
 
તુલસી વિવાહનુ શુભ મુહુર્ત 
કારતક માસ મુજબ શુક્લ પક્ષની દ્વાદશી તિથિ 23 નવેમ્બર 2023 ગુરુવારે રાત્રે 9:01 વાગ્યાથી શરૂ થશે અને 24 નવેમ્બર 2023ના રોજ સાંજે 7:26 વાગ્યા સુધી ચાલુ રહેશે. વૈદિક કેલેન્ડર અનુસાર, ઉદયતિથિને મહત્વ આપતા, 24 નવેમ્બરના રોજ પ્રદોષ સમયગાળા દરમિયાન સાંજે 5.25 થી 6.04 દરમિયાન તુલસી વિવાહ કરવાનું શુભ માનવામાં આવશે.
 
તુલસી વિવાહ પૂજા વિધિ 
 
- તુલસી વિવાહ કરતા પહેલા ઘરના તમામ સભ્યોએ સ્નાન કરી સ્વચ્છ વસ્ત્રો પહેરવા જોઈએ.
-  પ્રદોષ કાળમાં જ લગ્ન કરો અને સમયનું ખાસ ધ્યાન રાખો.
- તુલસી વિવાહ માટે ઘરના આંગણામાં અથવા વાસણમાં બેઠેલા તુલસીદેવીને લાલ ચુનરી ચઢાવો અને ત્યાં શાલિગ્રામ ભગવાનને બિરાજમાન કરો.
- ત્યારબાદ દેવી તુલસીનો શ્રૃંગાર કરો અને સુહાગ સામગ્રી ચઢાવો. તે પછી શાલિગ્રામ ભગવાન સાથે દેવી તુલસીજીના વિવાહની શરૂઆત કરો. લગ્નના તમામ નિયમોનું પણ પાલન કરો.
-  ભગવાન શાલિગ્રામને તલ અર્પણ કરો, હળદરનું તિલક કરો અને હળદરની પેસ્ટ લગ્નમંડપ પર લગાવો.
- લગ્નની તમામ વિધિઓ પૂર્ણ કરો, આમ કરવાથી કન્યાદાનનું ફળ મળશે. પરંતુ ધ્યાન રાખો કે લગ્નનો મંડપ શેરડીનો જ બનાવવો જોઈએ.
- આ પછી તુલસીજી અને ભગવાન  શાલિગ્રામની 11 વાર પરિક્રમા કરવી જોઈએ અને તેમના માટે ઘીનો દીવો પણ પ્રગટાવવો જોઈએ. આમ કરવાથી તમને તુલસી વિવાહનો ઝડપી લાભ મળશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

Unwanted pregnancy અનિચ્છનીય ગર્ભાવસ્થાને રોકવા માટે Pills કેટલી સારી છે? ડૉક્ટર પાસેથી સલામત પદ્ધતિ જાણો

યૂરિક એસિડના દર્દી સવારે ખાલી પેટ 1 કપ પી લો આ શાકનું જ્યુસ, યુરીન સાથે વહી જશે પ્યુરીનનાં કણ

Pomegranate Peel Chutney- દાડમની છાલની ચટણી

વધુ જુઓ..

નવીનતમ

ભગવાન શિવના જન્મની પૌરાણિક કથા - જાણો ક્યારે, ક્યા અને કેવી રીતે પ્રકટ થયા શિવ

Mahashivratri -12 જ્યોતિર્લિંગ સાથે જોડાયેલ છે 12 ​​રાશિઓ, જાણો કયું જ્યોતિર્લિંગ કઈ રાશિનું છે

પ્રયાગરાજમાં આવેલું વાસુકી નાગ મંદિર

ગુરુવારે ભૂલથી પણ આ ઈલેક્ટ્રોનિક વસ્તુઓ અને ધારદાર વસ્તુઓ ઘરે ન લાવો, પતિ-પત્નીએ બિલકુલ ન કરવું જોઈએ આ કામ!

Puja Ghar - ઘરના મંદિરમાં પૈસા રાખશો તો શું થશે?

આગળનો લેખ
Show comments