Vinayak Chaturthi: ભગવાન ગણેશને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. તેઓ દરેક સંકટને દૂર કરનારા દએવ છે. હિન્દુ પંચાગ મુજબ ચતુર્થી તિથિ ભગવાન ગણેશની હોય છે. દર મહિનના શુક્લ પક્ષની ચતુર્થી તિથિને વિનાયક ચતુર્થી કહે છે. આ દિવસએ ભગવાન ગણેશનુ વ્રત કરવામાં આવે છે.
વિનાયક ચતુર્થી જુલાઈ 2021
ચતુર્થી તિથિની શરૂઆત 13 જુલાઈ સવારે 08:24 વાગે શરૂ થઈ રહી છે. ચતુર્થે પર પૂજન બપોરના સમયે કરવામાં આવે છે. કારણ કે પૂજન માટે બપોરનુ મુહુર્ત 13 જુલાઈના રોજ પ્રાપ્ત થઈ રહ્યુ છે. તેથી વિનાયક ચતુર્થી વ્રત 13 જુલાઈના રોજ રાખવામાં આવશે.
વિનાયક ચતુર્થી પૂજા મુહુર્ત
13 જુલાઈ મંગળવારે બપોરે 11.04 વાગ્યાથી બપોરે 01.50 વાગ્યાના મઘ્ય ગણપતિની પૂજાનુ મુહુર્ત છે.
વિનાયક ચતુર્થીના દિવસે બની રહ્યા છે બે વિશેષ યોગ
આ દિવસે બે વિશેષ યોગ બની રહ્યા છે. રવિ યોગ, જે સવારે 05:32 વાગ્યાથી આગલા દિવસે સવારે 03:41 વાગ્યા સુધી છે. બીજી બાજુ સિદ્ધિયોગ બપોરે 02:49 વાગ્યા સુધી રહેશે.
વિનાયક ચતુર્થી પૂજન વિધિ
બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સ્નાન કરો. વ્રતનો સંકલ્પ લીધા પછી બપોરે ભગવાન ગણેશની પૂજા કરો. તેમને દુર્વા અર્પિત કરો. પૂજન કરી શ્રી ગણેશની આરતી કરો. ૐ ગં ગણપતયે નમ: ની એક માળાનો જાપ કરો. શ્રી ગણેશને બૂંદીના 21 લાડુનો ભોગ લગાવો.