Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Mangala Gauri Vrat 2021: શ્રાવણમાં ક્યારેથી શરૂ થઈ રહ્યા મંગળા ગૌરી વ્રત જાણો તારીખ

Mangala Gauri Vrat 2021: શ્રાવણમાં ક્યારેથી શરૂ થઈ રહ્યા મંગળા ગૌરી વ્રત જાણો તારીખ
, મંગળવાર, 20 જુલાઈ 2021 (10:31 IST)
ભગવાન શંજરને જે રીતે શ્રાવણ માસ પ્રિય છે. તેમજ માતા પાર્વતીને પણ શ્રાવણનો મહીનો ખૂબ પ્રિય છે. માન્યતા છે કે શ્રાવણ મહીનામાં સોમવારના દિવસે ભગવાન શંકરની પૂજા કરવાનો મન ભાવતુ વરદાન મળે છે. તેમજ શ્રાવણના મંગળવારે મંગળા ગૌરી વ્રત કરવાથી માતા પાર્વતીની કૃપાથી અખંડ સૌભાગ્યનો આશીર્વાદ મળે છે. 
 
ક્યારેથી શરૂ થઈ રહ્યા મંગળા ગૌરી 
હિંદુ પંચાગના મુજબ 25 જુલાઈથી શ્રાવણનો મહીનો શરૂ થઈ રહ્યુ છે. શ્રાવણનો પ્રથમ સોમવાર 26 જુલાઈને પડી રહ્યુ છે. આ રીતે શ્રાવણ મહીના કૃષ્ણ પક્ષની દ્વીતીયા તિથિ અને મંગળવારના દિવસે 27 જુલાઈને પડશે. 27 જુલાઈને શ્રાવણનો પ્રથમ મંગળા ગૌરી વ્રત રખાશે. 
 
શ્રાવણના મંગળવારે મા મંગળા એટલે માતા પાર્વતીની વિધિ-વિધાનથી પૂજા કરાય છે. આ દિવસે સુહાગન અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માતે વ્રત રાખે છે. આ વર્ષે શ્રાવણ માસમાં ચાર મંગળા ગૌરી વ્રત રખાશેૢ બીજુ મંગળા ગૌરી વ્રત 3 ઓગસ્ટ ત્રીજુ મંગળા ગૌરી વ્રત 10 ઓગસ્ટ અક્ને ચોથું કે અંતિમ મંગળા ગૌરી વ્રત 17 જુલાઈને રખાશે.  
 
મંગળા ગૌરી પૂજા-વિધિ 
આ દિવસે સૂર્યોદયથી પૂર્વ ઉઠવું. 
નિવૃત થઈ સાફ -સુથરા વસ્ત્ર પહેરવું. 
આ દિવસે એક જ વાર અન્ન ગ્રહણ કરીને આખો દિવસ પાર્વતીની આરાધના કરવી જોઈએ. 
ચોકી પર લાલ કપડા પથારીને મા મંગળા એટલે કે માતા પાર્વતીની મૂર્તિની સ્થાપના કરવી. 
હવે વિધિ-વિધાનથી માતા પાર્વતીની પૂજા કરવી. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજે દેવશયની એકાદશીની સાથે શરૂ થશે ચાતુર્માસ આ નિયમોના કરવુ પાલન, મળશે ધન સમૃદ્ધિ