દર મહીનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિને માસિક શિવરાત્રિ ઉજવાશે. હિંસુ પંચાગ મુજબ આષાઢ મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ 8 જુલાઈ 2021 દિવસ ગુરૂવારે છે. ધાર્મિક માન્યતાઓ મુજબ માસિક શિવરાત્રિના દિવસે ભગવાન શંકરની વિધિ-વિધાનથી પૂજા કરાય છે. માન્યતા છે કે આવું કરવાથી ભગવાન શિવ તેમના ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે.
માસિક શિવરાત્રિ પર બની રહ્યા છે બે શુભ યોગ
માસિક શિવરાત્રીના દિબસે વૃદ્ધિ અને ધ્રુવના યોગ બની રહ્યા છે. હિંદુ પંચાગ મુજબ વૃદ્ધિ યોગ સાંજે 4 વાગીને 20 મિનિટ પર રહેશે. ત્યારબાદ ધ્રુવ યોગ લાગી જશે. જ્યોતિષશાસ્ત્રમાં આ બન્ને યોગોને ખૂબ શુભ
ગણાય છે. માન્યતા છે કે આ યોગમાં કરેલ કાર્ય સફળ હોય છે.
આજના શુભ મૂહૂર્ત
બ્રહ્મ મૂહૂર્ત - સવારે 03:41 થી સવારે 04:23 સુધી
અભિજીત મૂહૂર્ત- સવારે 11.26 થી સવારે 12.20 સુધી
વિજય મૂહૂર્ત- 02:09 બપોરે થી 03:04 સુધી
ગોધૂલિ મૂહૂર્ત- 06:28 સાંજે થી 06:52 સુધી
અમૃત કાળ - 11:12 રાત્રે થી 12:59 સુધી
નિશિતા મૂહૂર્ત- 11:32 રાત્રે થી 12:14 રાત્રે જુલાઈ 09 સુધી
માસિક શિવરાત્રી પૂજન વિધિ
1. ભક્તોએ શિવરાત્રીની રાત્રે ઉજાગરો કરવું જોઈએ અને ભગવાન શિવની પૂજા કરવી જોઈએ.
2. માસિક શિવરાત્રીના દિવસે, તમે સૂર્યોદય પહેલાં ઉઠીને સ્નાન કર્યા પછી કોઈ મંદિરમાં જાઓ અને ભગવાન શિવ અને તેના પરિવાર (પાર્વતી, ગણેશ, કાર્તિક, નંદી) ની પૂજા કરો.
3.
પૂજા દરમિયાન શિવલિંગનો રુદ્રાભિષેક જળ, શુદ્ધ ઘી, દૂધ, ખાંડ, મધ, દહીં વગેરેથી કરો.
4. શિવલિંગ પર બેલપત્ર, ધતૂરો અને શ્રીફળ ચઢાવો. હવે તમે ભગવાન શિવની ધૂપ, દીવો, ફળો અને ફૂલોથી પૂજા કરો.
5. શિવની પૂજા કરતી વખતે તમારે શિવ પુરાણ, શિવ સ્તુતિ, શિવ અષ્ટક, શિવ ચાલીસા અને શિવ શ્લોકનો પાઠ કરવો જોઈએ.
6. આ પછી, સાંજે ફળો ખાઈ શકાય છે, પરંતુ વ્રતધારકને અન્ન નહી લેવો જોઈએ. બીજા દિવસે ભગવાન શિવની પૂજા કરો અને દાન આપ્યા બાદ ઉપવાસ તોડો.