આવો જાણીએ પંચકના પ્રભાવ વિશે.
પંચકના પ્રભાવથી ધનિષ્ઠ નક્ષત્રમાં અગ્નિનો ભય રહે છે. શતભિષા નક્ષત્રમાં વિવાદ થવાનો યોગ બને છે. પૂર્વાભાદ્રપદ રોગ કારક નક્ષત્ર હોય છે. ઉત્તરાભાદ્રપદમાંધનના રૂપમાં દંડ થાય છે. રેવતી નક્ષત્રમાં ધનનું નુકશાન થવાની શક્યતા રહે છે.
આગળ ધ્યાન રાખવા જેવી બાબતો
પંચક દરમિયાન જે સમયે ધનિષ્ઠ નક્ષત્ર હોય એ સમયે ઘાસ, લાકડી વગેરે ઈંધન એકત્ર ન કરવુ જોઈએ. તેનાથી અગ્નિનો ભય રહે છે.
પંચક દરમિયાન દક્ષિણ દિશામાં યાત્રા ન કરવી જોઈએ, કારણ કે દક્ષિણ દિશા યમની દિશા માનવામાં આવે છે. આ નક્ષત્રોમાં દક્ષિણ દિશાની યાત્રા કરવી હાનિકારક માનવામાં આવે છે.
પંચક દરમિયાન જ્યારે રેવતી નક્ષત્ર ચાલી રહ્યુ હોય એ સમયે ઘરની છત ન બનાવવી જોઈએ. એવો વિદ્વાનોનો મત છે. તેનાથી ધન હાનિ અને ઘરમાં ઝગડો થાય છે. એવુ કહેવાય છે કે પંચકમાં પલંગ બનાવડાવો પણ મોટા સંકટને આમંત્રણ આપે છે.
જે સૌથી વધુ પ્રચલિત માન્યતા છે એ છે કે પચકમાં જો કોઈનુ મૃત્યુ થાય તો પંચકમાં શબના અંતિમ સંસ્કાર કરવાથી એ કુટુંબ કે નિકટના પાંચ લોકોનું મૃત્યુ થઈ જાય છે.
આગળ જો પંચકમાં કોઈનુ મૃત્યુ થાય તો શુ કરવુ...
આવી સ્થિતિ ઉભી થાય તો શબની સાથે પાંચ પુતળા લોટના કે ઘાસના બનાવીને અર્થી પર મુકો અને આ પાંચનો અંતિમ સંસ્કાર પણ પૂર્ણ વિધિપૂર્વક કરો. આવુ કરવાથી પંચક દોષ સમાપ્ત થઈ જાય છે.