Webdunia - Bharat's app for daily news and videos

Install App

Labh Pacham 2021- લાભ પાંચમનુ મુહુર્ત 2021 અને મહત્વ - આ દિવસથી શરૂ કરશો શુભ કાર્ય તો થશે લાભ

Webdunia
રવિવાર, 7 નવેમ્બર 2021 (17:08 IST)
લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે.  જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.  આ દિવાળીનો અંતિમ દિવસ  હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે.  આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.  ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી. 
 
લાભ પાંચમનું શ્રેષ્ઠ મુહુર્ત 
 
લાભપાંચમના શુભ મુહૂર્ત
9 નવેમ્બર સવારે મુહૂર્ત (ચલ, લાભ, અમૃત) - 09:32
થી 01:47
બપોરે મુહૂર્ત (શુભ) - 03:12 થી 04:37
સાંજે મુહૂર્ત (લાભ) - 07:37
થી 09:12
રાત્રિ મુહૂર્ત (શુભ, અમૃત, ચલ) - 10:47
થી 03:33, નવેમ્બર 10
 
લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામં આવે છે.  ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે.  દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે.  આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે.  તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.  વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીની પૂજ કરવામાં આવે છે. 
 
- જે લોકો દિવાળીના દિવસે શારદા પૂજન નથી કરી શકતા તેઓ પોતાની દુકાનોમાં કે સંસ્થાઓ ખોલીને આ દિવસે પૂજન કરે છે. 
- આ દિવસે લોકો લક્ષ્મી અને ગણેશ પૂજન કરીને સુખ સમૃદ્ધિ અને એશ્વર્ય માટે પ્રાર્થના કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લોટ બાંધતી વખતે નાખી દો આ એક સફેદ વસ્તુ, ઓગળી જશે બધી ચરબી

Maha Shivratri 2025 Recipes: બટેટા અને પીનટ ચાટ

Easy Cooking Hacks: વર્કિગ મોમને આ કિચન ટીપ્સ જાણવી જોઈએ, કામ ખૂબ જ સરળ થઈ જશે

અથાણાના મસાલાનો ઉપયોગ આ વાનગીઓમાં કરો, સ્વાદ બમણો થશે

Child Story- કીડી અને ખડમાકડી

વધુ જુઓ..

નવીનતમ

Maha Shivratri 2025 Recipes: બટેટા અને પીનટ ચાટ

Maha Shivratri 2025 - શિવ ચાલીસા વાંચવાની શાસ્ત્રોક્ત અને પ્રમાણિક વિધિ

Maha Shivratri 2025- શિવરાત્રી પર શિવની પૂજા કરવાની સંપૂર્ણ સામગ્રી અને પૂજા વિધિ

વડીલોના પગને સ્પર્શ કર્યા પછી તે માથા પર હાથ કેમ રાખે છે? તેનું મહત્વ શું છે

શિવ ચાલીસા વાંચવાના શાસ્ત્રોક્ત નિયમો

આગળનો લેખ
Show comments