rashifal-2026

ગુરૂવારના ટોટકા - ગુરૂવારે કરશો આ ઉપાય તો દૂર થશે તંગી..

Webdunia
ગુરુવાર, 25 માર્ચ 2021 (04:32 IST)
ગુરૂવારના ટોટકા- સુખ શાંતિ અને વૈભવનો વાસ રહેશે
દરેક કોઈને પોતાની જરૂરિયાતને પૂર્ણ કરવા માટે ધનની જરૂર હોય છે. પણ ધન દરેક કોઈ પાસે ટકતુ નથી.
આર્થિક સંકટ સૌથી મોટુ કષ્ટ હોય છે. તેથી આ સંકટને દૂર કરવા માટે ગુરૂવારે કેટલાક વિશેષ ઉપાય કરવા જોઈએ.
આ ઉપાય જીવનમાં આવી રહેલ આર્થિક પરેશાનીઓને દૂર કરવા ઉપરાંત આ ઉપાયો કરવાથી તમારા ઘરમાં સુખ શાંતિ અને વૈભવનો પણ વાસ રહેશે.
ગુરૂવારે ભગવાન બૃહસ્પતિ અને વિષ્ણુ ભગવાનની પૂજા કરવામાં આવે છે અને આ દિસસે આ દેવતાઓને કેટલીક જરૂરી વસ્તુઓ અર્પિત કરવી જોઈએ.
જેનાથી તમારા સંકટ દૂર થઈ શકે છે.
તો આવો જાણીએ જો આર્થિક સંકટ હોય તો તે કયા ઉપાય છે જે કામ આવી શકે છે.
ગુરૂવારના દિવસે કરો આ કામ
- ગુરૂવારના દિવસે સ્નાન ધ્યાન પછી તમારે પીળા વસ્ત્ર પહેરવા જોઈએ. આ સાથે જ ભગવાનને પીળા ફુલ, ચંદન અને ભોગ લગાવવો જોઈએ. ગુરૂવારે પીળી જ વસ્તુઓ ખાવી પણ જોઈએ અને દાન પણ કરવી જોઈએ.
-સ્નાન કરવાના પાણીમાં દર ગુરૂવારે ચપટી હળદર નાખી દો. આ પાણીથી સ્નાન કર્યા પછી તમે કેળાની જડમાં પાણી નાખો અને એ જળમાં પણ ચપટી હળદર અને પીળા ફુલ સામેલ કરો. તેનાથી તમારી આર્થિક સમસ્યા દૂર થવા માંડશે.
- ગુરૂવારે તમે વ્રતનો સંકલ્પ લો અને ઓછામાં ઓછા 12 ગુરૂવાર વ્રત કરો. વ્રત દરમિયાન કેળાનુ દાન કરો. પણ તમે ખુદ કેળા ન ખશો. તેનાથી તમારા પર ધનનુ સંકટ હશે તો દૂર થશે અને ઘરમાં ખુશીઓનો વાસ થશે.
- . ગુરૂવારે ગુરૂદેવની પૂજા પછી કેળામાં જળ આપવુ જોઈએ.
ત્યારબાદ તુલસીમાં કાચુ દૂધ ચઢાવો. કોશિશ કરો કે આ ઉપાય ગુરૂ પુષ્ય નક્ષત્રમાં શરૂ કરો.
-ગુરૂને મજબૂત કરવા માટે દરરોજ શિવજીને પીળા કનેરના ફુલ અર્પિત કરવા જોઈએ. તેનાથી ધન સુખ સંપદા બધુ મળે છે.
- . ગુરૂવારના દિવસે બૃહસ્પતિ કથા વાંચો અને વાંચતા પહેલા પુસ્તકને ફુલ અને અગરબત્તી જરૂર બતાવો. ત્યારબાદ ૐ બૃ બૃહસ્પતે નમ:
મંત્રનો લગભગ 11 કે 21 વાર જાપ કરો.----
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jacqueline Fernandez: જૈકલીન ફર્નાડિસની બિલ્ડિંગમાં લાગી આગ, 2023માં જ ખરીદ્યુ હતુ આ આલીશાન 5BHK

Sara Ali Khan: ફિલ્મના પ્રમોશન દરમિયાન આ દુર્ઘટનાનો ભોગ બની સારા, શેયર કર્યો વીડિયો

Women's Day 2024:મહિલા દિવસ પર જુઓ નારી સશક્તિકરણ પર આધારિત આ ખાસ ફિલ્મો

PHOTOS / અનંત-રાધિકાની પ્રી-વેડિંગ પાર્ટીની 15 લેટેસ્ટ તસવીરો

અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં શાહરૂખ, સલમાન અને આમિર ખાન, ત્રણેય ખાને સાથે ડાન્સ કર્યો હતો.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોકસ- ત્રણ નવી ગર્લફ્રેન્ડ

ગુજરાતી રમૂજી જોક્સ- કૂતરો કરડ્યો છે

બાળકોના જોકસ

ગુજરાતી જોક્સ- યાદ રાખવું આટલું સરળ હોત

ગુજરાતી જોકસ- પેટ્રોલ સસ્તું થઈ ગયું છે

આગળનો લેખ
Show comments