Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ચન્દ્ર ગ્રહણ - તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ

ચન્દ્ર ગ્રહણ - તુલસીના પાનનો આ ઉપાય રાતો રાત બનાવશે માલામાલ
, ગુરુવાર, 26 જુલાઈ 2018 (00:33 IST)
વર્ષ 2018નુ બીજું ગ્રહણ 27 જુલાઈ ના રોજ આવી રહ્યુ છે. આષાઢ  શુક્લ પૂર્ણિમાના રોજ પડનારુ  આ ગ્રહણ વિશે જ્યોતિષિયોનુ માનવુ છે કે આવુ ગ્રહણ 104 વર્ષ પછી આવી રહ્યુ છે. આ ગ્રહણનુ અનેક રીતે મહત્વ છે. 
 
શાસ્ત્રો મુજબ ચંદ્ર ગ્રહણ દરમિયાન મંત્રનો જાપ કરવો શ્રેયષ્કર છે. ગ્રહણ દરમિયાન ઈષ્ટ દેવનો મંત્ર જાપ કરવો અનેક ગણો લાભકારી હોય છે. આ ઉપરાંત ચંદ્ર ગ્રહણના દિવસે કેટલાક શાસ્ત્રીય ઉપાય અત્યંત લાભકારી છે. 
 
ગ્રહણ દરમિયાન કોઈપણ વસ્તુને શુદ્ધ કરવા માટે તુલસીના પાનનો પ્રયોગ કરવામાં આવે છે. આ દિવસે તુલસી સાથે જોડાયેલ ઉપાય તમને નકારાત્મકતાથી બચાવે છે. પરિનામ સ્વરૂપ તમને ધન સંબંધી સમાધાન થઈ જશે. 
 
ચંદ્ર ગ્રહણ ક્યારે 
 
ચંદ્ર ગ્રહણ સાંજે 5:55 થી લઈને  8:41 સુધી રહેશે. સૂતક સવારે 8 વાગીને 18 મિનિટથી શરૂ થઈ જશે.  શાસ્ત્રો મુજબ ચંદ્ર ગ્રહણ કે સૂર્ય ગ્રહણ પડૅતા સૂતક માન્ય રહે છે. 
 
તુલસીના પાનનો ઉપાય 
 
5 રૂપિયાના સિક્કાને પાણી સાબુની મદદથી સારી રીતે ધોઈને સાફ કરો ત્યારબાદ તુલસીના 11 પાન અને લીલા રંગનો સ્વચ્છ કપડુ લો. હવે 5 રૂપિયાના સિક્કાને બંને બાજુ 5-5 તુલસીના પાન મુકીને દોરાથી બાંધી લો. આ પોટલીની જેમ દેખાય તેવી ગાંઠ બાંધી લો. આ પોટલીને તમે કોઈ પાણીની ટાંકીમાં નાખી દો જ્યાથી ન્હાવાનુ પાણી આવતુ હોય 
 
ગ્રહણ સમાપ્તિ પછી પરિવારના બધા સભ્ય આ પાણીથી સ્નાન કરો. આ પાણીથી સ્નાન કરવાથી નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય છે. સાથે જ લક્ષ્મીનો વાસ સદૈવ ઘરમાં રહે છે. અને પરિવારમાં બધાને સફળતા મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુરૂ પૂર્ણિમાના દિવસે આ 8 કામ કરવાથી મળશે વધારે પુણ્ય