Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ આપ્યા રાજીનામા, વધુ આ 5 ધારાસભ્યો આપી શકે છે રાજીનામા

Webdunia
સોમવાર, 16 માર્ચ 2020 (10:54 IST)
26મી માર્ચના દિવસે ગુજરાતમાં યોજાનારી રાજ્યસભાની ચાર બેઠકોની પ્રતિષ્ઠિત ચૂંટણી પહેલા કોંગ્રેસના ચાર ધારાસભ્યોએ આજે રાજીનામા આપી દેતા કોંગ્રેસમાં સન્નાટો છવાઇ ગયો છે. ત્યારે સોમવારે સવારે મંગળ ગાવિતે પણ રાજીનામું આપી દેતાં કોંગ્રેસના પાંચ ધારાસભ્યોનાં રાજીનામાં પડ્યાં છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો શરૂ થતાં સીટ ગુમાવવાનો ખતરો પણ વધી ગયો છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ તેમના રાજીનામા સ્વિકારી લીધા છે. ત્રિવેદીએ આજે આ અંગેની સત્તાવાર જાહેરાત કરી હતી.  ધારાસભ્યોએ સ્વૈચ્છિક રીતે રાજીનામા આપ્યા હોવાના અહેવાલ મળ્યા છે.
 
ગઇકાલે સાંજથી મોડી રાત સુધી ચાર ધારાસભ્યોના રાજીનામા આપ્યા હતા. અને જ્યારે આજે સવારે વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપ્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સુત્રોના કહેવા મુજબ કોંગ્રેસના એક ઉમેદવાર ફોર્મ પરત ખેંચી શકે છે. કોંગ્રેસે બે ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે જેમાં શક્તિસિહ ગોહિલ અથવા તો ભરતસિંહ ફોર્મ પરત ખેંચે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. કોંગ્રેસના સભ્યો હજુ પણ અહેવાલોને રદિયો આપી રહ્યા છે. પ્રદ્યુમનસિંહ જાડેજા, સોમા ગાંડા, પ્રવિણ મારુ, જેવી કાકડિયાના રાજીનામા પડી ગયા છે જ્યારે મંગળ ગાવિતના રાજીનામાની પણ ચર્ચા ચાલી રહી હતી તેનો અંત આવી ગયો છે અને તેમણે પણ રાજીનામું આપી દીધું છે. રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં સૌથી મોટો ભૂકંપનો આંચકો આવ્યો છે. ત્યારે આગામી સમયમાં શક્તિસિંહ અને ભરતસિંહનું જીતવું હવે મુશ્કેલ બની રહ્યું છે.
 
હાલની સ્થિતિને જોતાં કોંગ્રેસના બીજા પાંચ ધારાસભ્યોના રાજીનામાં પડી શકે છે. જેમાં હર્ષદ રિબડિયા (વિસાવદર), કનુભાઈ બારૈયા (તળાજા), ચિરાગ કાલરિયા (જામ જોધપુર), અક્ષય પટેલ (કરજણ) અને જીતુ ચૌધરી (કપરાડા)નો સમાવેશ થાય છે.
 
બીજી તરફ વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ તેમના પક્ષ કોંગ્રેસમાંથી કોઇપણ ઇમાનદાર ધારાસભ્યએ રાજીનામા આપ્યા હોવા અંગે સ્પષ્ટ મનાઇ કરી છે. ધાનાણીએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસમાંથી હજુ કોઇ ધારાસભ્યએ રાજીનામા આપ્યા નથી, આ માત્ર અફવા અને વાતો છે. આ ઘટનાક્રમ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામા મામલે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો જે અમારા બધાના સંપર્કમાં હતા.
 
રાજ્યસભાની ચૂંટણી જીતવા ભાજપે પણ તમામ તાકાત લગાવી દીધી છે. ભાજપે રાજ્યસભાના ઉમેદવાર તરીકે બુધવારે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જાહેરાત કરી હતી. ત્યારબાદત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનના નામની પણ જાહેરાત કરી હતી. ત્રણેય ઉમેદવારની જીતના દાવા ભાજપના વરિષ્ઠ લોકો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીને હવે હોર્સ ટ્રેડિંગનો ભય સતાવી રહ્યો છે. કોંગ્રેસ પાર્ટી પોતાના ઉમેદવારને જાળવવા માટેના પ્રયાસમાં છે. ઉમેદવારીપત્રો પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૮મી માર્ચ રાખવામાં આવી છે. મંત્રી બાવળિયા કહી ચુક્યા છે કે તેમની પાસે પણ કોંગ્રેસી સભ્યોના રાજીનામાના અહેવાલ આવ્યા છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

IPL 2025 Auction: કરોડપતિ બનતા જ વિવાદોમાં વૈભવ સૂર્યવંશી, વય પર ઉઠ્યા સવાલ, પિતા બોલ્યા કોઈનાથી નથી ગભરાતા

26/11 Mumbai Attack મુંબઇના ઇતિહાસનો કાળો ઇતિહાસ, જાણો આજે 16 વર્ષ પહેલાં શું થયું

આગળનો લેખ
Show comments