Webdunia - Bharat's app for daily news and videos

Install App

૧૯૯૬ ધોતિયાકાંડમાં વીએચપી નેતા પ્રવિણ તોગડીયા સહિત ૩૯ સામે ધરપકડ વોરંટ

Webdunia
શુક્રવાર, 5 જાન્યુઆરી 2018 (11:45 IST)
૧૯૯૬ ના સરદાર પટેલ સ્ટેડિયમ પર યોજાયેલા ભાજપના અસંતુષ્ટ નેતાઓના સંમેલનમાં વરિષ્ટ નેતા આત્મારામ પટેલ પર હુમલો કરવાના બનાવમાં મેટ્રોપોલિટન કોર્ટે વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ. પ્રવિણ તોગડીયા સહિત ૩૯ આરોપીઓ સામે બિન જામીનલાયક વૉરંટ ઇસ્યૂ કર્યા છે. ૧૯૯૬ના આરસામાં મુખ્યમંત્રી કેશુભાઇ પટેલની સરકારને પાડવા માટે શંકરસિંહ વાઘેલાએ બળવો કર્યો હતો અને ધારાસભ્યોને ખજુરોહ લઇ ગયા હતા.

આ ઘટનાના સંદર્ભમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે અસંતુષ્ટ અને બળવાખોરોનું એક સંમેલન યોજવામાં આવ્યું હતું. આ સંમેલનમાં મહેસાણાના ભાજપના વરિષ્ટ નેતા આત્મારામ પટેલ પર કેટલાક લોકોએ હુમલો કર્યો હતો અને ધોતિયું ખેંચવાના બનાવ તરીકે ચકચાર જગાવી હતી. આ બનાવ અંગે જે તે સમયે ભાજપના કાર્યકર જગરૃપસિંહ રાજપૂતે નારણપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદની તપાસ ક્રાઇમ બ્રાન્ચમાં ટ્રાન્સફર થઇ હતી અને ત્યારબાદ કોર્ટમાં ચાર્જશીટ પણ થઇ હતી. આ કેસ ઘણા સમયથી પેન્ડિંગ છે. કોર્ટે આ અગાઉ આ કેસના આરોપીઓને હાજર થવા માટે સમન્સો જારી કર્યા હતા અને જામીનલાયક વોરંટ પણ જારી કર્યા હતા. તેઓ કોર્ટમાં હાજર નહીં થતાં કોર્ટે બિનજામીનલાયક વોરંટ જારી કર્યા છે. કોર્ટે જેમની સામે વોરંટ જારી કર્યા છે તેમાં વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ.પ્રવિણ તોગડીયા અને તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય બાબુભાઇ જમનાદાસ પટેલ, ઇલેશ પટેલ, એડવોકેટ મિનેષ વાઘેલા, મ્યુનિસિપલ કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટ સહિત ૩૯ આરોપીઓનો સમાવેશ થાય છે. ૩૦મી સુધીમાં તેઓને પકડીને કોર્ટ સમક્ષ હાજર કરવા માટે બિનજામીની વૉરંટ જારી કરવામાં આવ્યું છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

જો તમે પણ મધ્યપ્રદેશની મુલાકાત લેવાનું વિચારી રહ્યા છો, તો શિયાળાના અંત પહેલા આ અદ્ભુત અને સુંદર સ્થળની મુલાકાત લો.

સાઉથ સુપરસ્ટારની ફિલ્મની રિલીઝ પર ફરી એક વાર હોબાળો, ફેંસ એ સિનેમા હોલમાં જ ફોડ્યા ફટાકડા, ખૂબ થયો હંગામો

ગુજરાતી જોક્સ - Valentine Jokes

Gujarati Jokes - મજેદાર જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Happy Propose Day Quotes in Gujarati - હેપી પ્રપોઝ ડે મેસેજ

Turmeric To Reduce Uric Acid: હળદરથી દૂર થાય છે યુરિક એસિડની સમસ્યા,જાણી લો આ ઘરેલૂ ઉપાય Uric Acid રહેશે કંટ્રોલમાં

Valentine Jokes - વેલેંટાઈન જોક્સ

શું પીરિયડ્સના લોહીમાં દુર્ગંધ આવવી તે સામાન્ય છે

Moral Story - સોનેરી છાણની વાર્તા

આગળનો લેખ
Show comments