Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાજદ્રોહના કેસમાં હાર્દિક પટેલ સામે કોર્ટે બિનજામીન પાત્ર વોરંટ ઈશ્યુ કર્યુ

Webdunia
બુધવાર, 4 એપ્રિલ 2018 (16:41 IST)
પાસ કન્વીનર હાર્દિક પટેલ વિરુદ્ધ નોંધાયેલા રાજદ્રોહના કેસમાં સેશન્સ કોર્ટે બિન જામીન પાત્ર વોરન્ટ ઈશ્યુ કર્યું છે. આ સુનાવણી દરમિયાન હાર્દિક પટેલ હાજર ન રહેતા કોર્ટ નારાજ થઈ હતી. આ અંગે વધુ સુનાવણી 25મી એપ્રિલના રોજ હાથ ધરવામાં આવશે. ગૃહ વિભાગના સૂત્રો પ્રમાણે હાર્દિક પટેલને ટૂંકા ગાળામાં લાંબા સમય સુધી જેલમાં રાખી શકાય એવી બ્લુ પ્રિન્ટ તૈયાર કરવામાં આવી છે. ગૃહ વિભાગના સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે હાર્દિક પટેલ સામે રાજદ્રોહની ફરિયાદ નોંધાયેલી છે, જેમાં તે જામીન ઉપર છૂટેલો છે.હાર્દિકે હજુ પણ ભાજપ વિરુદ્ધની પોતાની પ્રવૃતિઓ ચાલુ રાખી છે, ચૂંટણી દરમિયાન તેણે અનેક સ્થળે મંજૂરી વગર રેલીઓ અને સભાઓ પણ કરી હતી. આ ઉપરાંત કેટલાક સ્થળે જુદા કારણો આપી મંજૂરી મેળવી અને રાજકીય ભાષણો આપ્યા હતા. જેને કારણે તેની સામે અત્યાર સુધીમાં કુલ છ ફરિયાદો નોંધાયેલી છે. જેમાં હજી પણ વધારો થશે, હાર્દિકે જ્યાં પણ નિયમનો ભંગ કરી સભાઓ અને રેલીઓ કરેલી છે, એવા તમામ વિસ્તારમાં તેની સામે ફરિયાદ થશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments