Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિવની પૂજાનું આપણા જીવનનું તાદાત્મ્ય શું છે?

Webdunia
P.R


શ્રાવણ મહિનો એટલે આકાશ ગંગામાં શ્રવણિનક્ષત્રનું તેજ પૃથ્વી પર વધુ હોય છે. ઈશ્વર તરીકે દેવોનાં દેવ મહાદેવનો માસ ગણી પવિત્ર માસ છે. જન્મ-મૃત્યુનાં દેવ તરીકે મહાદેવ છે. આપણાં જીવનની આંતરીક દ્રષ્ટિને પવિત્ર બનાવવા માટે આપણે મહાદેવ પૂજન કરીએ છીએ.

શિવ એટલે કલ્યાણ ભાવના છે. આપણે જે ભાવે ઈશ્વરને ભજીએ એ ભાવે તે મદદ કરે છે. આપણા જીવનમાં સુખ આપે છે આ માટે આપણે વિષ્ણુ ભગવાનનું નામ લય આ બાદ શિવ સ્વરૃપ નામ લઈ મહાદેવની શ્રાવણ માસમાં પૂજા કરી અને ધન્ય અનુભવાય છે.

શિવની પૂજાનું આપણા જીવનનું તાદાત્મ્ય શું છે?

શિવ મહાદેવ પૂજા જન્મ મૃત્યુનું કારણ સાથે છે. આગલા જન્મનો આપણો ભાવ લઈ આત્મા સાથે જોડાય છે. જન્મ મહાદેવ આપે છે. આ દ્વારા મા-બાપ પસંદ કરી ઈશ્વર આપણા ભાવને દ્રઢ બનાવા મદદ કરે છે. આથી માનવ દેહ સર્વશ્રેષ્ઠ છે. સંસ્કારિત મા-બાપ આગલા જન્મનો ભાવ છે કર્મ સાક્ષી ભાવ છે. આ જ જીવનની ગતિ સ્વરૃપ પરમાણુનું તાદાત્મ્ય છે. જીવનનાં મંગલ ભાવ ઉત્પન્ન થાય ત્યારે જ શુધ્ધ બુધ્ધિ ઉત્પન્ન થાય છે. શુધ્ધ બુધ્ધિ જીવન પરમ સુખ છે.

દ્રશ્યમાન જગતનો ભાવ જ્યારે મંગલમય દ્રષ્ટિ બનાવી આ સમયે પ્રકાશ સ્વયં સિધ્ધ બની અજૂઠનો નાતો તોડશે. જ્યારે અજુઠનો નાતો તુટતા જીવનમાં આંતરિક પરમાણું શુધ્ધ ભાવ ઉત્પન્ન કરી દ્રષ્ટિ આપશે. જે મંગલ સ્વરૃપ વિચારની ગતિ આપશે. વિચારની ગતિ-જીવનની સ્પષ્ટ ગતિ આપી માયાવી જગતમાં સત્ય પ્રગટ કરશે. આ સમયે બુધ્ધિ પ્રપંચને તિલાંજલી આપી કલ્યાણકારી બનશે.

કલ્યાણનો ભાવ જ્યારે આંતરિક દ્રષ્ટિમાં ઉત્પન્ન થાય. આ સમયે શિવની પૂજા કરી ગણાય. શિવ, વિષ્ણું, બ્રહ્મા ત્રણેય શરીરમાં એકબીજા સાથે ગુંથાયેલ છે. માનવ દેહે માયાના પ્રપંચથી તેમને જુદા તારવે છે.બ્રહ્મ સ્વરૃપ હંમેશા કર્મનું જ સ્વરૃપ છે. માયા સાથે હેતુ બાંધી જગત પોતાની ઈચ્છા તૃપ્ત કરવા માટે શિવપૂજા કરે છે. આ સમયે આવા મનુષ્યની પૂજાનો ભાવ ઘુવડ જેવો બને છે. જેમ ઘુવડ સુર્યનો પ્રકાશ થતા અંધ બની જાય છે. પરંતુ સુર્ય અથામતા દ્રષ્ટિ આવે છે. સુર્યપ્રકાશ થતા માયા સાથે કર્મને જોડી અંધ બની દોડાદોડી કરે છે. અને શિવ સ્વરૃપ બ્રહ્મ કર્મને જાણે છે. જે આંતરિક પરમાણુની પ્રકૃતિ માયાની મલિનતામાં દોડે છે. રાત્રે નિંદ્રા સમયે માયા શક્તિ સુષુપ્ત બની જાય છે. આ સમયે આત્મા જાગૃત બને છે અને માનવનું સત્ય જાણે છે. તાદાત્મ્યનું સ્વરૃપ તે જાણે છે. માનવ ત્યાં સુધી પહોંચતો નથી. અંધ બની શિવ સ્વરૃપે પૂજા કરે છે. આત્મા સર્વ તમામો જોવા આંતરિક મલિનતાની યાદી કર્મ જોડે છે.


વધુ આગળ

P.R


વિષ્ણુ હંમેશા શક્તિશાળી દેવતા ગણાય છે. એ માટે જ કહેવાય છે. વિષ્ણુ સ્વરૃપ જીવન ભાવ વ્યક્ત કરવાની શક્તિ છે. વિષ્ણુ મન સ્વરૃપ માનવ જોઈ સર્વ વ્યાપક દ્રષ્ટિના ભાવ સાથે કર્મથી જોડાય છે. આ દ્વારા ઈન્દ્રિયોને માયા સાથે જોડે છે. મનનું જીવનમાં તાદાત્મ્ય પળે પળે તરંગ આપવા, આ દ્વારા બુધ્ધિ ભાવને માયા સાથે જોડી તમારા આંતરિક વૃત્તિના હોરામાં વિશુધ્ધીનો ભાવ માયા દ્વારા જોડવો તે દ્વારા વર્તમાન સમયમાં ગળાડૂબ કરી પશુ ભાવ ઉત્પન્ન કરવો.

પશુભાવની પહેલી બાજુ શરીરમાં અમૃતનાં લાખો પરમાણું વણવપરાયેલ પડેલ છે. મનમાં શુધ્ધતાના ભાવ સાથે કલ્યાણકારી વિષય લઈ અને કાલને માનવ દેહ અમૃત બનાવવાનું છે. આ માટે અસત્ય જગતમાં સત્યનો અમૃત કળશ સ્વયમ્ ભીતરની દ્રષ્ટિનું અમૃત છે. જે અમૃત જીવનનું કાલ-ચક્ર જન્મ મૃત્યુનું છે. તે સ્વરૃપ દુર કરશે જે જીવનમાં અમૃતની દ્રષ્ટિ બને ત્યારે તે માયા રહિત કર્મથી જોડાય છે.

આ સમયે ગતિશીલ જગતમાં ભાવ પોતાના જીવન ભાવનાં કર્મમાં પ્રપંચ બુધ્ધિ દુર કરશે. આજ દ્રષ્ટિનું મધુર અમૃતનો કળશ બનાવશે. જીવનનો સર્વ આનંદ શિવ બની પરમ ચેતના ઉત્પન્ન કરશે. અને કલ્યાણકારી બનશે.

આ સમયે દ્રષ્ટિ સ્વયમ્ શિવ બની કલ્યાણકારી બને છે. જે મનની વિશુધ્ધી દૂર કરે છે. જીવનનાં મનના ઉલ્કાપાત દૂર બનતા જીવનની દ્રષ્ટિ તેજ બની આ સમયે ચિત્ત સ્વરૃપની શક્તિ બ્રહ્મ રત્નમાંથી જાગૃત બની પરતત્વનો મિલાપ કરાવે છે.
માનવ દેહમાં પ્રપંચ દુર કરી એક શિવ કલ્યાણ કરવાનો સર્વવ્યાપક ભાવ ઈશ્વર સ્વરૃપ પ્રેરણાબળ પૂર્ણ કરશે. એ જ તમારા અને ઈશ્વરનો ભેદ દૂર કરી ઈશ્વર અને શિવ બન્ને સાયુજ્ય કરી એક કરશે. આ સમયે જીવનમાં આત્માની મુક્તિ બનશે. ત્યારે શિવ (કલ્યાણ) પાર્વતિ (વૃત્તિ), હિમાલય (ચિત્ત બુધ્ધિ) એક બની મનમાં દંડ દ્રશ્યમાન જગતનાં દૂર કરશે. આજ અજુઠ સાથેનો નાતો દૂર કરી સત્ય અમૃત કળશ સ્વયમ્ તમારા હાથમાં આવશે.

આ સ્વરૃપ જન્મ-કર્મ-મૃત્યુનું સ્વરૃપ મહાદેવ તમારું મુક્ત કરશે. અન્યથા કર્મ મુજબ બુધ્ધિ ભેદનો ભાવ ઉત્પન્ન કરી માનવ શિવ-શિવ ભજે છે. માયા સાથે કર્મની સજા ઈશ્વર ચોક્કસ આપી ફરી પૃથ્વી ઉપર મહાદેવ તમને જન્મ આપે છે. આ ઈશ્વરનું કાલ ચક્ર છે.

માનવ દેહનું માયા સાથેના જગતનું અસ્તિત્વ દૂર બની ગયું. માનવનો વિષ્ણુ સ્વરૃપ મનનાં પ્રપંચનો દંડ દૂર બની જીવન અને આત્મા સાથે મન આંતરિક પરમાણું બુધ્ધિ એક બન્યા. આપણે માણસ મટી અજન્મા બની શિવ બની ગયા, શિવોહમ, શિવોહમ, નો નાદ બુલંદ બની સ્વયંમ મહાદેવ આપણે દર્શન આપે છે. જે ત્રીજું નેત્ર જ્ઞાન સ્વરૃપનું બ્રહ્મ ચક્ર ખોલે છે.

વેબદુનિયા પર વાંચો

વધુ જુઓ..

જરૂર વાંચો

Semolina Papad Recipe- મિનિટોમાં સરળ રીતે તૈયાર કરો સોજીના પાપડ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

હોળીના ખાસ પરંપરાગત કાનજી બનાવવાની રીત

હોળી પર ઘુઘરા બનાવતા પહેલા તપાસો કે માવો અસલી છે કે નકલી? જાણો 3 સરળ રીત

Skin care - કયું સનસ્ક્રીન લોશન ત્વચા માટે શ્રેષ્ઠ છે, ખરીદતા પહેલા આ મહત્વપૂર્ણ બાબતો જાણી લો

વધુ જુઓ..

નવીનતમ

Holika- શું હોલિકા દહનના દિવસે રોટલી ન બનાવવી જોઈએ?

Pradosh Vrat Upay: પ્રદોષ વ્રતના દિવસે શિવલિંગ પર અર્પિત કરો આ વસ્તુઓ, ભગવાન ભોલેનાથ દરેક મનોકામના કરશે પૂરી

Bajarang Baan- બજરંગ બાણ પાઠ

હોળીની મજા વચ્ચે બાળકોની ત્વચાને નુકસાન ન થશે, આ સલામતી ટિપ્સ અજમાવો

Rangbhari Ekadashi 2025: રંગભરી એકાદશી પર ન કરશો આ કામ, નહી તો જીવનમાં આવશે અનેક પરેશાનીઓ

Show comments