Webdunia - Bharat's app for daily news and videos

Install App

ડાંગની આદિવાસી યુવતી કુ.સરિતા એશિયન ગેમ્સમાં કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Webdunia
શુક્રવાર, 6 જુલાઈ 2018 (16:07 IST)
આગામી તા.૧૮ ઓગષ્ટ, ૨૦૧૮ થી રજી સપ્ટેમ્બર, ૨૦૧૮ દરમિયાન ઇન્ડોનેશિયાના જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ડાંગ જિલ્લાની આદિવાસી યુવતિ કુ.સરિતા ગાયકવાડની ૪/૪૦૦ મીટર રીલેદોડમાં ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા દ્વારા પસંદગી થતાં તેણીએ ગુજરાત અને દેશનું ગૌરવ વધાર્યું છે. કુ.સરિતા ગાયકવાડના ગામ એવા કરાડીઆંબા સહિત ગુજરાત અને દેશભરમાંથી સરિતા ગાયકવાડને શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
 
૪/૪૦૦ મીટર રીલેદોડમાં કુ.સરિતા ગાયકવાડ સાથે ભારતની દોડવીરો એવી એમ.આર.પુવમ્મા, સોન્યા વૈશ્ય, વિજયાકુમારી, વી.કે.વિસ્મયા અને જીસ્ના મેથ્યુની પણ પસંદગી થવા પામી છે. જે પૈકી સ્પર્ધાની અંતિમ ક્ષણે ઇન ફૉર એથ્લેટિક્સની પસંદગી કરવામાં આવશે.
 
૫૮મી ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ૫૮:૦૧ સેકન્ડ સાથે ગુજરાત માટે બ્રોન્ઝ મૅડલ મેળવનારી ડાંગની દીકરી કુ.સરિતા ગાયકવાડ આગામી તા.૯મી જુલાઇથી પોલેન્ડ (યુરોપ) ખાતે એશિયન ગેમ્સની ઘનિષ્ઠ તાલીમ માટે જઇ રહી છે. જ્યાંથી તે સીધી ઇન્ડોનેશિયા માટે ઉડાન ભરી, જકાર્તા ખાતે યોજાનારી એશિયન ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે.
 
અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં આસામના ગુવાહાટી ખાતે સંપન્ન થયેલી ૫૮મી નેશનલ ઇન્ટરસ્ટેટ સીનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપ બાદ, ગત તા.૩૦મી જુન, ૨૦૧૮નાં રોજ ધી એથ્લેટિક્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાની યોજાયેલી પસંદગી સમિતિની બેઠકમાં આ સ્પર્ધા સહિત નેશનલ કોચિંગ કેમ્પમાં ભાગ લઇને, ઉત્કૃષ્ટ દેખાવ કરનારા ખેલાડીઓને જકાર્તા માટેની
ટીકીટ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, કુ.સરિતા ગાયકવાડે આ નેશનલ કેમ્પમાં સફળતાપૂર્વક ભાગ લઇ, ઇન્ટર સ્ટેટ ચેમ્પિયનશીપમાં ૪૦૦ મીટર વિધ્નદોડમાં ગુજરાત માટે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - પતિ- પત્નીને - તુ બજારમાંથી ફ્રૂટ લઈ આવી

ગુજરાતી જોક્સ - ફાંસી ની સજા

ગુજરાતી જોક્સ - પડોશનનુ નામ

BP ની ૩ ગોળીઓ ખાવી પડતી હતી, પરેશ રાવલે રાજકારણ છોડવાનું અસલી કારણ બતાવ્યું, બોલ્યા - જૂઠ્ઠો બનતો જઈ રહ્યો હતો

ગુજરાતી જોક્સ - ડૉક્ટર

આગળનો લેખ
Show comments