Dharma Sangrah

ગોંડલ પાસે બોલેરો જીપનું ટાયર ફાટતાં અલ્ટો કાર સાથે અથડાઈ, 2નાં મોત, 2 ગંભીર રીતે ઘાયલ

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (17:18 IST)
ગોંડલ નજીક યમરાજાએ પડાવ નાખ્યો હોય એમ અવારનવાર અકસ્માતના બનાવ બને છે. ગોંડલ પાસે અકસ્માતનો વધુ એક બનાવ બન્યો હતો. આજે સવારે ગોંડલની મોટી ખિલોરી પ્રાથમિક શાળા પાસે બોલેરો અને અલ્ટો કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં 2 વ્યક્તિનાં મોત થયા છે, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થતાં તેને ગોંડલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.દેરડી કુંભાજીના ઉદાભાઈ શાકભાજીવાળાની GJ14X 9781 બોલેરો જીપ શાકભાજી ભરીને જઈ રહી હતી, ત્યારે મોટી ખીલોરી ગામની પ્રાથમિક શાળા પાસે ​જીપનું ટાયર ફાટ્યું હતું. એને કારણે ચાલકે કાબૂ ગુમાવતાં સામેથી આવી રહેલી અલ્ટો કાર GJ01KD 2755ને ધડાકાભેર અડફેટે લેતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં જેતપુરના થાણાગાલોળ ગામનાં જયાબેન ઉંધાડ (ઉં.વ. 71)નું મોત નીપજ્યું હતું.જ્યારે ઉદાભાઈ અને રોહિતભાઈ ભીખુભાઇ પાઘડાળને ઇજા થતાં 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સની મદદથી ગોંડલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બાદમાં ખાનગી હોસ્પિટલમાં લઈ જતી વેળાએ રોહિતભાઈનું પણ મોત નીપજ્યું હતું. બન્ને મૃતદેહોને પીએમ માટે હોસ્પિટલે ખસેડાયા હતા. અકસ્માતના બનાવને પગલે તાલુકા પોલીસે ઘટનાસ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી.અકસ્માત થતા બોલેરોચાલક અકસ્માત સ્થળેથી ફરાર થઈ ગયો હતો. અકસ્માતને લઈને માર્ગ પર ટ્રાફિકજામનાં દ્રશ્યો સર્જાયાં હતાં.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

1st Birthday Wishes - નાના રાજકુમારને તેના પહેલા જન્મદિવસ પર શુભેચ્છા

Baishakhi- વૈશાખી તહેવારની મુખ્ય બાબતો

Ambedkar Jayanti 2026: 'આંબેડકર' નહી, તો શુ હતુ બાબા સાહેબનુ અસલી સરનેમ ? વાંચો આવી 5 રોચક વાતો

Baisakhi dishes 2026: બૈસાખીની મજા બમણી કરવા માટે, ઘરે બનાવો આ 5 પંજાબી વાનગીઓ જે તમારા મહેમાનોને ચોક્કસ ગમશે.

આજના લંચમાં બનાવીશ દૂધીનો ઓળો

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - વહેલી સવારે ફેસબુક

રાજસ્થાનમાં ફરવા લાયક સ્થળો

સલમાન ખાને પ્રીતિ ઝિંટાને પંજાબ કિંગ્સની જીત પર પાઠવી શુભેચ્છા, ફેંસે કેમ બોલ્યા - 12 વર્ષ પછી મળ્યો જવાબ

પંચતત્વમાં વિલીન થયા આશા ભોસલે, પુત્ર આનંદે કર્યો દાહ સંસ્કાર, રાજકીય સમ્માન સાથે થઈ અંતિમ વિદાય

ગુજરાતી જોક્સ - ઓહ માય ગોડ

આગળનો લેખ
Show comments