suvichar

અમદાવાદમાં જાહેર માર્ગ પર એક યુવતી રસ્તામાં આવતા-જતા માણસોને બિભત્સ ઈશારાથી બોલાવતી હતી, પોલીસે કરી ધરપકડ

Webdunia
સોમવાર, 1 નવેમ્બર 2021 (17:35 IST)
કાલુપુર રિલીફ રોડ પર જ યુવતી રાહદારીઓ તેમજ માણસોને હોઠ અને હાથ વડે ઈશારા કરી રહી હતી.  અમદાવાદમાં જાહેર રોડ પર ઊભા રહીને આવતા-જતા લોકો સામે અભદ્ર ઈશારા કરતી 28 વર્ષની યુવતીને પોલીસે પકડી લીધી હતી. આ દરમિયાન પેટ્રોલિંગ પરના પોલીસકર્મીઓની નજર તેના પર પડી અને તેને પકડી લીધી હતી.
 
ઘટનાની વિગતો મુજબ, પોલીસ કોન્ટસ્ટેબલ મહેબૂબખાન તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ સાંજે 4.30 કલાકે કાલુપુર રિલીફ રોડ પર પેટ્રોલિંગ કરી રહ્યાં હતાં. આ દરમિયાન ઓરિયેન્ટલ બિલ્ડિંગની સામે એક યુવતી રાહદારીઓને 'મારી સાથે આવવું છે? મજા આવશે' કહીને હાથ તથા હોઠથી ઈશારા કરીને જાહેરમાં જ બીભત્સ વર્તન કરી રહી હતી, જેથી કોન્સ્ટેબલ પુષ્પાબેને છોકરી પર નજર પડતાં તેને પકડી લીધી હતી.
 
પોલીસે યુવતીની પૂછપરછ કરતાં તેણે પોતે નારોલ ખાતે મજૂરીકામ કરતી હોવાનું તથા કાળીગામ પાસે રહેતી હોવાનું જણાવ્યું હતું. જાહેર રોડ રાહદારીઓ સાથે અભદ્ર વર્તન કરવાના આરોપમાં પોલીસે યુવતી સામે ગુજરાત પોલીસ એક્ટની કલમ 110, 117 મુજબ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

Dhurandhar: The Revenge review - રણવીર સિંહનો વિસ્ફોટક અંદાજ અને દમદાર ફિલ્મી સફર

આગળનો લેખ
Show comments