Webdunia - Bharat's app for daily news and videos

Install App

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે સાંજે ગુજરાત આવશે, ભાજપના હોદ્દેદારોના શનિવારના તમામ કાર્યક્રમો રદ કરાયા

Webdunia
શનિવાર, 1 ઑક્ટોબર 2022 (13:52 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણી હવે એકદમ નજીક છે. ટુંક સમયમાં જાહેરાત થાય તેવી શક્યતાઓ છે. ત્યારે કેન્દ્રીય નેતાઓની ગુજરાતમાં અવરજવર વધી ગઈ છે. વડાપ્રધાન મોદી છેલ્લા બે દિવસથી ગુજરાતમાં હતાં. હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સહિત આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ આજે ગુજરાત આવી રહ્યાં છે. તે ઉપરાંત કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ આજે ગુજરાત આવી રહ્યાં છે. બીજી તરફ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ આજે ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે ચૂંટણી પહેલાં ગુજરાત પ્રદેશ ભાજપના હોદ્દેદારોના શનિવારના તમામ કાર્યક્રમો રદ કરી દેવાયાં છે.

એક જ અઠવાડિયામાં બીજી વખત અમિત શાહ ચૂંટણીલક્ષી બેઠકોનો દોર આગળ વધારી રહ્યા છે. અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવી પહોંચશે.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 27મી સપ્ટેમ્બર મંગળવારે ગાંધીનગર કમલમ ખાતે ભાજપની બેઠક યોજાઇ હતી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્થિતિમાં બંધ બારણે યોજાયેલી બેઠકમાં ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. કમલમ ખાતે યોજાયેલી આ બેઠક સવા કલાકથી વધુ સમય સુધી ચાલી હતી અને નિર્ધારિત કાર્યક્રમથી વધુ સમય અમિત શાહ કમલમ ખાતે રોકાયા હતા.ભાજપની બેઠકમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સામે અક્રમકતાથી લડવા અને કઇ રીતે લોકો સુધી પાહોચી શકાય તે બાબતની ચર્ચા કરવામાં આવી હતી.ચૂંટણી બાબતે ચર્ચા કરી સરકારની સિદ્ધિઓ લોકો વચ્ચે પહોચાડવા વધુ આક્રમકતાથી જવા સૂચનો જારી કર્યા હતા.ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે ગુજરાતમાં ભાજપ સત્તાનું પુનરાવર્તન માટે માંથી રહી છે ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સત્તાનું પરિવર્તન માટે પૂરી તાકાતથી મેદાને ઉતરી ચૂક્યા છે અને ગુજરાતમાં અનેક દિગ્ગજ નેતાઓ પ્રવાસ કરી રહ્યા છે અને રણનીતિ ઘડી રહ્યા છે ત્યારે ગુજરાત ભાજપનો મહિલા કોનકલેવ હેલ્લો કમલ શક્તિનો પ્રારંભ આજે સ્મૃતિ ઈરાની તેમજ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે થઈ રહ્યો છે.જેમાં ભાજપ મહિલાઓ માટે ટોલ ફ્રી નંબર જાહેર કરશે. આ નંબર પર મહિલાઓ મિસ કોલ કરી શકશે. જે બાદ મહિલાઓ સાથે ભાજપ નેતા સંવાદ કરી શકશે. હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમની શરૂઆત બાદ ગુર્જત પ્રવાસે આવેલ કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા સ્મૃતિ ઈરાની મહિલાના ઘરે જઈ અને હેલ્લો કમલ શક્તિ કાર્યક્રમમાં જોડાશે.અરવિંદ કેજરીવાલ હવે દર સપ્તાહે ગુજરાતનો પ્રવાસ કરી રહ્યા છે. ત્યારે હવે આજે આમ આદમી પાર્ટીના એક સાથે 4 નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આમાં આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આજથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે. આ બે દિવસ દરમિયાન અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન 4 સભા સંબોધશે.આજે ગુજરાતના પ્રવાસે આવી રહેલ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છથી બેઠકોનો દોર શરૂ કરશે. ગાંધીધામના ડિટીપી ગ્રાઉન્ડ પર સભાને સંબોધશે. ત્યારબાદ જૂનાગઢ જોષીપુરામાં ખોડલ ફાર્મમાં બપોરે 3 કલાકે સભા સંબોધશે. જૂનાગઢની સભા બાદ કેજરીવાલ અને ભગવંત માં રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે. આવતીકાલે સુરેન્દ્રનગર એમ પી કોલેજમાં જાહેર સભા સંબોધશે. ત્યારબાદ સાંજના 4 કલાકે ખેડબ્રમ્હા ખાતે સભા સંબોધશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments