પટના શહેરના મંગલ તાલાબ પાસે રિફાઈન્ડ તેલના ગોડાઉનમાં મંગળવારે સવારે ભીષણ આગ લાગી હતી. આગના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગની જ્વાળા એટલી જોરદાર હતી કે તેણે બાજુમાં આવેલ વેરહાઉસને પણ લપેટમાં લીધું હતું. આખું રિફાઈન્ડ ઓઈલ અને ટ્રાન્સપોર્ટ ગોડાઉન આગમાં સળગવા લાગ્યું. વહેલી સવાર પડતાં જ લોકો તેમના ઘરોમાંથી જોર જોરથી બૂમો પાડવા લાગ્યા હતા.
ફાયર બિગ્રેડની 12 ગાડીઓ ઘટના સ્થળ પર
આ અંગે લોકોએ ચોક પોલીસ સ્ટેશનને જાણ કરી હતી. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે પોલીસ સૂચના મળ્યાના અડધા કલાકથી વધુ સમય પછી ઘટનાસ્થળે પહોંચી હતી. ઘટનાસ્થળે પહોંચ્યા બાદ પોલીસે ફાયર બ્રિગેડને જાણ કરી હતી. માહિતી મળતાં જ ફાયરની 12 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. રિફાઈન્ડ ગોડાઉન અને ટ્રાન્સપોર્ટ ગોડાઉનમાં લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલુ છે.
<
#WATCH | Fire breaks out at refined oil storage godown in Bihar's Patna; Operation to douse the fire is underway pic.twitter.com/TI4km8JpWg
— ANI (@ANI) April 18, 2023
async src="https://platform.twitter.com/widgets.js" charset="utf-8"> >
આગ લાગવાનું કારણ હાલ સ્પષ્ટ નથી
આ બાબતે ચોક પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ગૌરીશંકર ગુપ્તાએ જણાવ્યું હતું કે આગ લાગવાનું કારણ હાલ સ્પષ્ટ થયું નથી. તેમણે કહ્યું કે તેમની પ્રથમ પ્રાથમિકતા કોઈક રીતે આગ પર કાબૂ મેળવવાની છે. એક પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે આગના કારણે કેટલું નુકસાન થયું છે તેનો હાલ અંદાજ લગાવી શકાય તેમ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે આ રિફાઈન્ડ વેરહાઉસ રાજુ કુમારનું હતું, જે આગથી સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું, પરંતુ હજુ સુધી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો નથી.