એક દિવસની રાહત પછી આજે ફરી પેટ્રોલના ભાવ વધારવામાં આવ્યા છે. જ્યારે કે ડીઝલના ભાવ છેલ્લા 6 મહિનાથી સ્થિર છે. પેટ્રોલના ભાવ 8 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પેટ્રોલ 73.35 રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ 66.24 રૂપિયા પ્રતિલીટર મળી રહ્યુ છે.
પેટ્રોલના ભાવ
દેશની સૌથી મોટી તેલ વિતરણ કંપની ઈંડિયન ઓઈલ કોર્પોરેશનમાંથી મળતી જાણકારી મુજબ દિલ્હીમાં પેટ્રોલની કિમંત 73.35 રૂપિયા પ્રતિ લીટર પહોંચી ગઈ છે. મુંબઈમાં આ 78.96 રૂપિયા પ્રતિ લીટર કલકત્તામાં 75.77 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 76.18 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે.
ડીઝલની કિમંત
દેશની રાજઘાની દિલ્હીમાં ડીઝલ 66.24 રૂપિયા પ્રતિ લીટર છે તો બીજી બાજુ કલકત્તામાં ડીઝલ 68.31 રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યુ છે. દેશની આર્થિક રાજઘાની મુંબઈમાં ડીઝલ 69.43 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નઈમાં 69.96 રૂપિયા પ્રતિ લીટર થઈ ગયુ છે.