Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

અમદાવાદ એરપોર્ટમાં તમામ 7 ઈ-ગેટ પર DigiYatra શરૂ

ahmedabad airport digi yatra
, બુધવાર, 21 ફેબ્રુઆરી 2024 (12:53 IST)
ahmedabad airport digi yatra


અમદાવાદનું સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ મુસાફરોને વધુને વધુ સુવિધા આપવા પ્રયાસો કરી રહ્યુ છે. અનેક નવી સુવિધાઓ શરૂ કરીને મુસાફરોને સરળતા રહે એ માટે નવી ટેક્નોલોજી લાવે છે. છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે.

એરપોર્ટ પર ડોમેસ્ટિક ટર્મિનલમાં ચેકઈન માટે કુલ 7 ઈ-ગેટ છે. જેમાંથી ત્રણ ઈ-ગેટમાં ડિજિયાત્રાની સુવિધા ઉપલબ્ધ હતી. પરંતુ હવે તમામ 7 ઈ-ગેટ પર ડિજિયાત્રા શરૂ કરવામાં આવી છે. જેનાથી મુસાફરો ઝડપથી ચેકઈન કરી શકશે અને 15 મિનિટમાં તો અંદર પહોંચી જશે. પહેલા મુસાફરોને આ પ્રક્રિયામાંથી પસાર થવા માટે દોઢ કલાકનો સમય લાગતો હતો. પરંતુ આ સુવિધાથી હવે મુસાફરોને એક કલાકથી વધુનો સમય બચશે. જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમથી સામાન પણ ઝડપથી ચેક થશે.ડિજિયાત્રા એ મોબાઇલ એપ્લિકેશન આધારિત સુવિધા છે. જે ચહેરાની ઓળખ ટેક્નોલોજી (FRT) પર આધારિત એરપોર્ટ પર મુસાફરોની સંપર્ક રહિત અને સીમલેસ પ્રોસેસિંગ પ્રાપ્ત કરવા માટે બનાવવામાં આવી છે.હાલ મુસાફરોમાં ડિજિયાત્રાનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. આથી હવે ડોમેસ્ટિક ટર્મિનલના તમામ ઈ-ગેટ પર ડિજિયાત્રા શરૂ કરવામાં આવી છે. ભારત સરકાર દ્વારા દેશના વધુ વ્યસ્ત રહેતા એરપોર્ટ પર ડિજિયાત્રાની શરૂઆત કરવામાં આવી છે. ત્યારે ગુજરાતના સૌથી વ્યસ્ત એવા અમદાવાદ એરપોર્ટ ઉપર મુસાફરો ડિજિયાત્રાનો ઉપયોગ કરતા થયા છે. કુલ મુસાફરોમાંથી સરેરાશ 14% લોકો ડિજિયાત્રાનો ઉપયોગ કરે છે.મુસાફરો ચેકઈન તો ઝડપથી કરી જ લેશે તથા સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને વધુ સમય બચાવી શકે છે. જોકે, સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ ડિજિયાત્રાનો ઉપયોગ ન કરનાર મુસાફર પણ કરી શકે છે. પરંતુ ડિજિયાત્રાનો ઉપયોગ કરીને ચેકઈનમાં પણ સમય બચાવી શકાય છે. જ્યારે સેલ્ફ બેગેજ ડ્રોપ સિસ્ટમનો ઉપયોગ કરીને પોતાનો સામાન પણ ઝડપથી ચેક કરાવી શકે છે. આથી જૂની પદ્ધતિ પ્રમાણે બોર્ડિંગ પાસ મેળવીને ચેકઈન કરાવતા દોઢ કલાક જેવો સમય લાગતો હતો. તેને બદલે હવે 15થી 20 મિનિટમાં મુસાફર સહેલાઈથી ચેકઈન કરી શકે છે. ઉપરાંત બોર્ડિંગ પાસ મેળવવા માટે પણ આધુનિક મશીન મૂકવામાં આવ્યા છે. આ તમામ સુવિધાઓનો મુસાફરે જાતે જ ઉપયોગ કરવાનો હોય છે.ટ

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતમાં 1634 કેન્દ્ર પર ધોરણ 10, 12ના 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે