Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શેરબજાર આ શનિવારે પણ ખુલ્લું રહેશે, રજાના દિવસે પણ ટ્રેડિંગ શક્ય બનશે, NSEની જાહેરાત

Bombay Stock Exchange
, ગુરુવાર, 15 ફેબ્રુઆરી 2024 (13:17 IST)
Stock market will remain open this Saturday- શેયર બજારમાં સામાન્ય રીતે શનિવાર અને રવિવારે ધંધો નથી થતુ. એટલે આ દિવસે શેરની ખરીદ-વેચ નથી થતી. જણાવીએ કે શેર બજાર સોમવારથી લઈને શુક્રવાર સુધી કામ કરે છે. 
 
પણ નેશનલ સ્ટૉક એક્સચેંજએ કહ્યુ કે 2 માર્ચ એટલે કે શનિવારે NSEખુલશે અને આ દિવસે લાઈવ ટ્રેડિંગ સેશન હશે. આનો અર્થ એ છે કે તમે શનિવાર, 2 માર્ચે પણ શેરબજારમાં વેપાર કરી શકશો. આમાં, કામને ઇન્ટ્રાડે ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ખસેડવામાં આવશે. કામકાજને અસર કરી શકે તેવી કોઈપણ અણધારી ઘટનાને પહોંચી વળવા એક્સચેન્જને તૈયાર રાખવા માટે આ વિશેષ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે અગાઉ 20 જાન્યુઆરી શનિવારના રોજ પણ NSE અને BSE પર ખાસ ટ્રેડિંગ થતું હતું.
 
NSE પરિપત્ર
"નોંધ કરો કે એક્સચેન્જ શનિવાર, 02 માર્ચ, 2024 ના રોજ ઇક્વિટી અને ઇક્વિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં એક ખાસ લાઇવ ટ્રેડિંગ સત્રનું આયોજન કરશે, જેમાં પ્રાથમિક સાઇટથી ડિઝાસ્ટર રિકવરી સાઇટ પર ઇન્ટ્રા-ડે સ્વિચ કરવામાં આવશે," NSEએ એક પરિપત્રમાં જણાવ્યું હતું.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કચ્છમાં અદાણીના સૌથી મોટા સોલર પ્લાન્ટમાં ઉત્પાદન શરૂ