Dharma Sangrah

અપૂરતા વરસાદને કારણે કચ્છ, ઉત્તર ગુજરાતમાં ૪૦%થી ઓછા જળસ્તરથી ચિંતાના વાદળો ઘેરાયા

Webdunia
સોમવાર, 22 ઑક્ટોબર 2018 (12:42 IST)
દિવાળી હજુ આવી પણ નથી તે અગાઉ ગુજરાતના કેટલાક જળાશયોની વિકટ સ્થિતિ સામે આવી રહી છે. સાધારણ વરસાદને પગલે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને કચ્છના જળાશયોમાં અત્યારથી જ સાધારણ સ્થિતિ છે. જેમાં ઉત્તર ગુજરાતમાં સરેરાશ ૧૩.૬૬ ઈંચ સાથે ૩૮.૬૦% જ્યારે કચ્છમાં ૪.૩૭ ઈંચ સાથે ૧૩.૪૨% જળસ્તર છે. આ ઉપરાંત કુલ ૧૩ જળાશયો ખાલીખમ છે. આ પરિસ્થિતિમાં મે મહિના સુધી જળસંકટ કેવું ઘેરું બની શકે છે તે બાબત ચિંતાના વાદળો ઘેરા કરે તેવી છે.
ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં આ વખતે ૨૫.૦૯ ઈંચ સાથે મોસમનો સરેરાશ ૭૬.૭૨% વરસાદ પડયો છે. જોકે, વરસાદનું પ્રમાણ દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારું જ્યારે કચ્છ, ઉત્તર ગુજરાતમાં નબળું રહ્યું છે. જે જળાશયો સંપૂર્ણ ખાલીખમ છે તેમાં કચ્છના સૌથી વધુ પાંચ છે.
આ સિવાય ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં ૨૩.૯૨%, મહેસાણામાં ૩૨.૭૨%, સાબરકાંઠામાં ૪૧.૯૨%, અરવલ્લીમાં ૬૯.૮૧% જળસ્તર છે. રાજ્યના કુલ ૨૦૩ જળાશયોમાંથી ૧૯ સંપૂર્ણ ભરાયા છે. જેમાં ઉત્તર ગુજરાતના ૨, મધ્ય ગુજરાતના ૭, દક્ષિણ ગુજરાતના ૬ જ્યારે સૌરાષ્ટ્રના ૪ એમ કુલ ૧૯ જળાશયોનો સમાવેશ થાય છે. રાહતની વાત એ છે કે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમમાં ૬૭.૨૪% જળસ્તર છે. મધ્ય પ્રદેશમાં પડેલા સારા વરસાદે સરદાર સરોવર ડેમની સપાટી વધારવામાં મહત્વની ભૂમિકા અદા કરી છે.
જે જિલ્લાના જળાશયોમાં સૌથી ઓછું જળસ્તર છે તેમાં કચ્છ ઉપરાંત ૪.૪૯% સાથે દેવભૂમિ દ્વારકા, ૭.૭૯% સાથે બોટાદ, ૧૩.૭૯% સાથે મોરબી, ૧૬.૩૫% સાથે ખેડા, ૨૧.૨૮% સાથે જામનગરનો સમાવેશ થાય છે. તજજ્ઞાોના મતે જે જિલ્લાઓમાં વરસાદ ઓછો પડયો છે ત્યાં આગામી ફેબુ્રઆરીથી જ જળસંકટ સર્જાવવાનું શરૃ થઇ શકે છે.
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લગ્ન કરતા પહેલા, તમારા જીવનસાથીને આ 5 પ્રશ્નો ચોક્કસ પૂછો, જવાબો જાણ્યા પછી જ, જીવનનો નિર્ણય લો.

International Women’s Day 2026- આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે છે? જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે.

Women's Day 2026: માસિક ધર્મના દુખાવાને "નોર્મલ" કહીને અવગણશો નહિ, કેટલું જોખમી છે? જાણી લો .

વેજીટેબલ ઉપમા થોડી મિનિટોમાં તૈયાર થઈ જશે, સવાર માટે એક પરફેક્ટ હેલ્ધી રેસીપી

ભૂલથી પણ ન કરશો આ 4 લોકોની મદદ ન કરો, જાણો ચાણક્ય નીતિની ચેતવણી

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - ફક્ત ૫૦૦ રૂપિયા

પ્રિયંકા ચોપડાએ અમેરિકામાં ખૂબ રમી ધૂળેટી, પતિ નિક જોનસ સાથે શેર કરી મસ્તીની તસ્વીર

Holi 2026- હોળીના રંગબેરંગી જોક્સ

ગુજરાતી જોક્સ - છોકરીઓ પારકી થાપણ તો છોકરાઓ ?

ગુજરાતી જોક્સ - એક અમૂલ્ય જીવન

આગળનો લેખ
Show comments