rashifal-2026

સરકારી કર્મચારીઓને ધૂળેટીની ભેટ, મળશે આ ધનલાભ

Webdunia
ગુરુવાર, 1 માર્ચ 2018 (16:43 IST)
ગુજરાતમાં રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગારપંચમાં રહેલા તફાવતની રકમની ચુકવણી કરવામાં આવશે. આ રકમ કુલ ત્રણ હપ્તામાં ચુકવવામાં આવશે. ગાંધીનગરમાં નાણાંપ્રધાન નીતિન પટેલે કલમ 44 હેઠળ આ મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. જો કે સરકારના આ નિર્ણયથી રાજ્યસરકારની તિજોરી પર 3279.79 કરોડનો વધું આર્થિક બોજ પડશે.

ગાંધીનગરમાં નાણાંપ્રધાન નીતિન પટેલે રાજ્યસરકારના કર્મચારીઓને ધૂળેટીની ભેટ આપતા જાહેર કર્યું હતું કે રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચ હેઠળ જે તફાવત મળવા પાત્ર છે તેની ચુકવણી રાજ્ય સરકાર ત્રણ હપ્તામાં કરશે. પહેલો હપ્તો માર્ચમાં ચુકવાશે. જ્યારે બીજો હપ્તો મે મહિનામાં અને ત્રીજો હપ્તો જુલાઈ મહિનામાં ચુકવાશે. નીતિન પટેલે વેટ વિશે પણ ગઈ કાલે ઉલ્લેખ કર્યો હતો તેમણે કહ્યું હતું કે રાજ્યમાં સૌથી ઓછો વેટ લાગુ કરવામાં આવે છે. જો કે પેટ્રોલ અને ડિઝલ  પર વેટ મામલે બુધવારે વિધાનસભામાં ભારે ગરમાગરમી થઈ ગઈ હતી. કેટલાંક કોંગ્રેસી નેતા વેલમાં ધસી ગયા હતા. અને વેટનો વિરોધ કર્યો હતો. ત્યારે નીતિન પ ટેલે જવાબ આપતા કહ્યું હતું કે દેશમાં કોંગ્રેસ શાસિત પ્રદેશોમાં વધારે વેટ ઉધરાવાય છે. પશ્રિમ બંગાળમાં પણ આ પેદાશ પર વેટ વધું છે. પંજાબમાં 28 ટકા અને કર્ણાટકમાં 30 ટકા વેટ પેટ્રોલ અને ડિઝલ પર વસુલવામાં આવે છે. કેરળમાં 25 ટકા અને પશ્રિમ બંગાળમાં 31 ટકા વેટ છે જ્યારે ગુજરાતમાં પેટ્રોલ અને ડિઝલ પર માત્ર 20 ટકા વેટ અને 4 ટકા સેસ વસુલવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

કાચી કેરીની ચટણી બનાવવાની રીત

Career Tips for Women: મહિલાઓ આ ક્ષેત્રોમાં પોતાની કરિયર બનાવી શકે છે, આટલો પગાર મેળવી શકે છે

મુલતાની માટી લગાવવાથી તમારી ત્વચા સુકાઈ જશે નહીં, પેક લગાવતા પહેલા આ કરો.

બ્લડ પ્રેશર ઓછું થાય તો તમારા શરીરમાં કયા લક્ષણો દેખાય છે, લો બીપી કેવી રીતે ઠીક થઈ શકે ?

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

વધુ જુઓ..

નવીનતમ

ગુજરાતી જોક્સ - દીકરીની સગાઈને બે વર્ષ થઈ ગયા

26/11 ની ખતરનાક રાત, તાજ હોટલમાં હોત અર્જુન રામપાલ, જન્મદિવસ પર જોયો મોતનો તાંડવ, હવે ધુરધંર દ્વારા લીધો રિવેંજ

ગુજરાતી જોક્સ - સગાઈ પછી

ગુજરાતી જોક્સ - નર્ક કે સ્વર્ગ

ગુજરાતી જોક્સ -સાબુ આપો

આગળનો લેખ
Show comments