Webdunia - Bharat's app for daily news and videos

Install App

વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ ઘસી આવતો હોવાની શક્યતા !!

Webdunia
મંગળવાર, 8 ફેબ્રુઆરી 2022 (21:35 IST)
એક ઉલ્કાપિંડ પૃથ્વી તરફ ઘસી આવતો હોવાની એક શક્યતા વૈજ્ઞાનિકોએ વ્યક્ત કરી છે. 4 માર્ચ સુધીમાં એ પૃથ્વીની નજીકથી પસાર થાય એવી શક્યતા વૈજ્ઞાનિકો વ્યક્ત કરી છે.અંતરિક્ષ વિશેના સંશોધન જેટલા ઉપયોગી સાબિત થાય છે તેટલા જ જોખમી પણ હોય છે. . તેવામાં 1.3 કિલોમીટરની સાઈઝ ધરાવતો એક ઉલ્કાપિંડ 138971 (2001 CB21)વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યો છે, જે ખૂબ જ ઝડપથી પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે. 4 માર્ચ સુધીમાં એ પૃથ્વીની નજીકથી પસાર થાય એવી શક્યતા વૈજ્ઞાનિકો વ્યક્ત કરી છે
 
ઘણીવાર આપણને આવી ઘણી ખગોળીય ઘટનાઓ સાંભળવા અને જોવા મળે છે, જે પૃથ્વી માટે સંકટ સર્જે છે. તેવી જ રીતે ખગોળશાસ્ત્રીઓએ પૃથ્વી તરફ આગળ વધી રહેલા અને નાસા દ્વારા એને 'સંભવિત જોખમી' તરીકે વર્ગીકૃત કરવામાં આવેલા અન્ય એક ઉલ્કાપિંડની શોધ કર્યા પછી ફરી એકવાર પૃથ્વી પર મોટો ખતરો ઊભો થયો છે. ઉલ્કાપિંડ હંમેશાં પૃથ્વી અને માનવજાત માટે મોટો ખતરો રહ્યો છે. હાલમાં જ વૈજ્ઞાનિકોએ શોધ કરી છે કે એક એસ્ટ્રોઇડ પૂરપાટ ઝડપે પૃથ્વી તરફ આવી રહ્યો છે, જેને લઈને વૈજ્ઞાનિકો દ્વારા એક ડેટા પણ જાહેર કરવામાં આવ્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે જો એ વર્તમાન ગતિથી વધતો રહેશે અને એની દિશા નહીં બદલે તો પૃથ્વી માટે મોટું સંકટ ઊભું થઈ શકે છે.
 
 
4 માર્ચે પૃથ્વીની નજીકથી પસાર થાય એવી સંભાવના
560 મીટરથી 1.3 કિલોમીટરની સાઇઝ ધરાવતો આ એસ્ટ્રોઇડ 138971 (2001 CB21) ભારતીય સમયાનુસાર 4 માર્ચએ બપોરે 1.30 વાગ્યે 49 લાખ કિલોમીટરની નજીક આવશે અને સૂર્ય તરફ આગળ વધશે. ઇટાલીના વર્ચ્યુઅલ ટેલિસ્કોપ પ્રોજેક્ટના ખગોળશાસ્ત્રી જીઆનલુકા માસીએ સંભવિત ખતરનાક એસ્ટ્રોઇડનો ફોટો ક્લિક કર્યો છે, જે 26,800 માઇલ પ્રતિ કલાકની ઝડપે પૃથ્વી તરફ આગળ વધી રહ્યો છે.
 
 
એસ્ટ્રોઇડનું નામ CB-21 રાખવામાં આવ્યું
નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી (JPL) અનુસાર, એસ્ટ્રોઇડ 400 દિવસમાં એની ભ્રમણકક્ષા પૂર્ણ કરે છે અને હવે પછી 2043માં એ ફરીથી જોવા મળશે. જેટ પ્રોપલ્શન લેબોરેટરી અનુસાર, 2001 સીબી 21 નામના આ એસ્ટ્રોઇડથી પૃથ્વીની નજીક 43,236 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉડાન ભરવાનો અંદાજ છે. છેલ્લે, આ એસ્ટ્રોઇડ 2006માં પૃથ્વીથી 71 લાખ કિલોમીટર દૂર નજરે આવ્યો હતો.
 
 
પૃથ્વી માટે ખૂબ જ જોખમી
જો આ એસ્ટ્રોઇડ પૃથ્વી સાથે અથડાયો તો સમગ્ર માનવજાત માટે મોટું જોખમ બની શકે છે. આ વિશાળકાય એસ્ટ્રોઇડ ભયાનક તબાહી મચાવી શકે છે, તેથી આ વિશે દરેક ગતિવિધિ પર નજર રાખવી વૈજ્ઞાનિકો માટે જરૂરી છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments