Webdunia - Bharat's app for daily news and videos

Install App

Coroan vaccine: ભારતને જલ્દી જ મળશે સિંગલ ડોઝ વેક્સીન

Webdunia
શુક્રવાર, 10 સપ્ટેમ્બર 2021 (10:59 IST)
કોરોના વાયરસ સામે રક્ષણ મેળવવા માટે સિંગલ ડોઝની વેક્સીન ટૂંક સમયમાં જ હવે પ્રાપ્ત થઈ જશે. આ વેક્સીન આગામી મહિનાથી દેશમાં ઉપલબ્ધ થશે. જાણવા મળ્યું છે કે આવતા અઠવાડિયે વેક્સીનની પ્રથમ બેચ પરીક્ષણ માટે કસૌલીની સેન્ટ્રલ લેબોરેટરીમાં પહોંચશે.
 
 જોનસન એન્ડ જોનસન ફાર્મા કંપનીએ આ સિંગલ ડોઝ વેક્સીન તૈયાર કરી  છે. તાજેતરમાં કંપનીને ભારત સરકાર તરફથી ઈમરજન્સી  ઉપયોગ માટે પરવાનગી મળી ચુકી છે. હાલમાં  કંપનીને વેક્સીનની આયાત કરવાની મંજૂરી આપવામાં આવી છે, પરંતુ હૈદરાબાદ સ્થિત ફાર્મા કંપની બાયોલોજિક ઇ સાથે કરાર હેઠળ, આગામી દિવસોમાં તેનું ઘરેલુ ઉત્પાદન પણ શરૂ થઈ જશે. 
 
ઘરેલું ઉત્પાદન માટે ફરી લેવી પડશે મંજુરી 
 
 ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈંડિયાના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે  જોનસ એન્ડ જોનસનને ઘરેલું ઉત્પાદન માટે ફરીથી મંજુરી મેળવવી પડશે. આ વેક્સીનનો એક ડોઝ પુરતો છે અને આ રસીની પ્રથમ બેચ આગામી એક સપ્તાહની અંદર ગમે ત્યારે ભારત આવી શકે છે. બતાવાયુ છે કે તાજેતરમાં પુણે સ્થિત લેબને પણ વેક્સીન ચકાસણી માટે માન્યતા મળી છે. આ સુવિધા દેશમાં ત્રણ લેબમાં ઉપલબ્ધ છે. 
 
શાળા ખોલવા માટે બાળકોનું રસીકરણ જરૂરી નથી
 
નીતિ આયોગના સભ્ય ડો.વી.કે. પોલે જણાવ્યું હતું કે શાળા ખોલવા માટે બાળકોનું વેક્સીનેશન જરૂરી નથી. દુનિયાના બીજા કોઈ દેશમાં આવું થયું નથી. શાળા ખોલવાને લઈને કોઈ શરત નથી. બાળકોના સ્થાન પર શાળાના સ્ટાફનુ વેક્સીનેશન થવુ જરૂરી છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

આમિર ખાન 61 વર્ષની ઉંમરે ત્રીજી વખત વરરાજા બનશે, ગૌરી સ્પ્રેટ સાથે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે.

ગુજરાતી જોક્સ -પતિ- પતિ-પત્નીનો સંબંધ

ગુજરાતી જોક્સ- સફેદ પેંટ સાથે પીળો શર્ટ

ગુજરાતી જોક્સ - બાપુજી હતા

Gujarat monsoon trip- ગુજરાતમાં જુલાઈમાં ફરવા લાયક સ્થળો

આગળનો લેખ
Show comments