Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

ફક્ત 2 વસ્તુથી ઘરમાં બનેલ આ ફેસ પેકથી તરત મળશે Glow

ફક્ત 2 વસ્તુથી ઘરમાં બનેલ આ ફેસ પેકથી તરત મળશે Glow
, રવિવાર, 4 નવેમ્બર 2018 (17:27 IST)
તમારે સ્કિન ઓઈલી હોય કે ડ્રાય કે ચેહરા પર ખીલ હોય.  દરેક પ્રકારની સ્કિન પર આ પૈક સૂટ કરશે. આ પૈકને બનાવવુ ખૂબ જ સહેલુ છે. ઘરમાં રહેલી 2 વસ્તુઓથી આ પૈકને બનાવી શકાય છે. આ પૈક વિશે બ્યુટી એક્સપર્ટસ બતાવી રહી છે.. 
 
આ બે વસ્તુની પડશે જરૂર... 
webdunia
આ માટે તમને જોઈશે દહી. એક બાઉલમાં બે ચમચી દહી કાઢી લો.   હવે તેમા એક ચમચી બેસન મિક્સ કરી લો. બંનેને સારી રીતે મિક્સ કરો. તેનુ ક્રીમી પેસ્ટ તૈયાર થઈ જશે.  હવે તેને ચેહરા અને ગરદન પર લગાવવાનુ છે.  તેની થિક લેયરને બંને સ્થાન પર લગાવી લો. તેને 15 થી 20 મિનિટ રહેવા દો. 
 
પૈક લગાવ્યા પછી 
 
પૈક સૂકાયા પછી જો તમારા ચેહરા પર ખીલ કે ફોલ્લી વગેરે છે તો તેને રગડશો નહી. નોર્મલ પાણીથી ચેહરો ધોઈ લો.  જો તમારી સ્કિન ક્લિયર છે તો હાથમાં થોડુ પાણી લઈને આ પેકને હળવા હાથે મસળીને કાઢો. 
 
આ પૈકની અસર તમને તરત દેખાશે. આ ફેયરનેસ લાવવા ઉપરાંત ચેહરાની ક્લીજિંગ પણ કરે છે.  આ તમારે રોજ લગાવવાનુ છે.  તેને કોઈપણ સમયે લગાવી શકો છો.  15 દિવસમાં જ તમને આ પૈકનુ સારુ પરિણામ મળશે. 
 
કેવી રીતે કામ કરે છે આ પૈક 
 
આ પૈકમાં નાખવામાં આવતુ બેસન ચેહરાની ક્લીજિંગ કરવા સાથે ચેહરાના એક્સેસ ઓઈલને કંટ્રોલ કરે છે.  આ સ્કિનને સ્મૂધ બનાવે છે. દહીમાં રહેલા લેક્ટિક એસિડ અને ગુડ બેક્ટેરિયા ચેહરાને ફેયરનેસ આપવા સાથે ચેહરાના ઈંફેક્શનને કંટ્રોલ કરશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાડી પહેરતા સમયે ન કરવી આ 13 ભૂલોં