suvichar

કેવડાત્રીજી 2019 - આ દિવસે વ્રત સાથે અજમાવો આ ખાસ ઉપાય, દાંમ્પત્ય જીવનમાં આવશે ખુશીઓ

Webdunia
ગુરુવાર, 29 ઑગસ્ટ 2019 (16:33 IST)
કેવડાત્રીજનુ વ્રત ભાદરવા મહિનાના શુક્લપક્ષની ત્રીજના રોજ કરવામાં આવે છે. આ વખતે આ વ્રત 1 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવશે. . સ્ત્રીઓ આ વ્રત પતિની લાંબી આયુ માટે કરે છે. જ્યારે કે કુંવારી યુવતીઓ મનપસંદ વર મેળવવા માટે આ વ્રત કરે છે. . 
 
આ દિવસે કેટલીક સ્ત્રીઓ નિર્જલા વ્રત પણ કરે છે અને ભગવાન શિવ માતા પાર્વતીની રેતી કે માટીની મૂર્તિ બનાવીને પૂજન કરે છે.  
 
તમને જાણીને નવાઈ લાગશે કે આ વ્રત કરવાથી એક બાજુ તો પતિની લાંબી આયુ પ્રાપ્ત થઈ શકે છે તો બીજી બાજુ આ દિવસે કેટલાક ખાસ ઉપય કરીને તમે દાંમ્પત્ય જીવનમાં ખુશીઓ પણ લાવી શકો છો. 
 
તો આવો અહી જાણીએ શુ છે ખાસ ઉપાય.. 
 
- કેવડાત્રીજમાં માતા પાર્વતીની પૂજા કરવામાં આવે છે. પૂજા પછી તમે જાતે ખીર બનાવો અને મા પાર્વતીને ભોગ લગાવો. ત્યારબાદ પ્રસાદના રૂપમા તે ખીર પતિને ખવડાવો. બીજા દિવસે ઉપવાસ ખોલ્યા પછી એ ખીર તમે પણ ખાવ. તમારુ દાંમ્પત્ય જીવન મહેંકી ઉઠશે 
 
-  કેવડાત્રીજની પૂજા પછી હંમેશા તમારી શક્તિ મુજબ 11 સુહાગન સ્ત્રીઓને સુહાગનો સામાન ભેટ કરો. તેમા પૂરા 16 શ્રૃંગાર હોવા જોઈએ  આવુ કરવાથી પતિ પત્ની વચ્ધે પ્રેમ કાયમ રહેશે 
 
- કેવડાત્રીજાના દિવસે તમારી આર્થિક પરિસ્થિતિ મુજબ  5 વડીલ સુહાગન સ્ત્રીઓને સાડી અને પગની વીંછી આપો અને પતિ પત્ની સાથે મળીને તેમને પગે પડો.  એવુ કહેવાય છે કે વાર તહેવારના દિવસે વડીલોના આશીર્વાદ લેવાથી તે ચોક્કસ ફળે છે. 
 
- કેવડાત્રીજના દિવસે સવારે જલ્દી ઉઠીને સ્નાન કરો અને પછી શિવ પાર્વતીના મંદિરમાં જાવ. મંદિરમાં શિવ પાર્વતીને લાલ ગુલાબ ચઢાવો 
 
- મંદિરમાં જ ભગવાન શિવ અને નંદીને મધ ચઢાવો 
 
- કેવડાત્રીજામાં જ્યારે પૂજા કરો ત્યારે માતા પાર્વતીને ચુંદરી ચઢાવો અને તમારા હાથ વડે નથ પહેરાવો 
 
- કેવડાત્રીજના દિવસે શુભ મુહુર્તમાં  પતિએ પોતાની પત્નીના સેંથામાં સિંદૂર લગાવવુ જોઈએ . ત્યારબાદ પગની વીંછીઓ અને ઝાંઝર પણ પહેરાવો.  એવુ કહેવાય છે કે આવુ કરવાથી પતિ પત્ની વચ્ચે પ્રેમ વધે છે. 
 
- કેવડાત્રીજ પર ગણેશ મંદિરમાં માલપુડા અર્પિત કરવાથી પણ દાંમ્પત્ય જીવનમાં મધુરતા આવે છે 
 
- કેવડાત્રીજ પર પત્ની પોતાના હાથ વડે પાનનો બીડો લગાવીને શિવજીને ચઢાવે અને પછી એ બીડો પતિને આપે. તેનાથી પણ પરસ્પર પ્રેમ વધે છે. 
 
- ગોળના 11 લાડુ માં પાર્વતીને ચઢાવો અને બીજા દિવસે શ્રી ગણેશ ચતુર્થી પર ગણેશ સ્થાપના પછી એ પ્રસાદ ખાવ  આ ઉપરાંત જો કોઈ યુવતીના લગ્ન વારે ઘડીએ તૂટી જતા હોય તો  ખાસ ઉપાય કરીને મનપસંદ વર મેળવી શકે છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

લીવર કિડનીને સાફ કરવામાં અસરદાર છે આ ૩ શાકભાજી, રોજ ખાવાથી ક્લીન રહેશે કિડની, ડાયેટમાં કરો સામેલ

સાબુદાણાથી સ્વાદિષ્ટ ફ્રૂટ કસ્ટર્ડ બનાવો, તમે ઉપવાસ દરમિયાન પણ તેનો પ્રયાસ કરી શકો છો, રેસીપી ખૂબ જ સરળ છે.

પ્લેટમાં કંઈક ખાસ પીરસો. આ મૂંગ દાળ પાલક પુરી

Health Tips: ભૂલથી પણ આ લોકોએ ખાલી પેટે ચા ન પીવી જોઈએ, મોડું થાય તે પહેલાં જાણી લો

સવારે ખાલી પેટ કેસર પાણી પીવાથી શું ફાયદા થશે ? તમારું શરીર સ્ટીલ જેવુ બનશે મજબૂત

વધુ જુઓ..

નવીનતમ

Avti kal nu panchang - આવતીકાલનુ પંચાંગ- 24 માર્ચ

Lakshmi Panchami 2026: આજે લક્ષ્મી પંચમીના દિવસે જરૂર કરો લક્ષ્મી ચાલીસાનો પાઠ, ધન ધાન્યથી ભરાય જશે ઘરનો ભંડાર

Aaj nu panchang - આજનુ પંચાંગ -23 માર્ચ

Aaj nu panchang - આજનુ પંચાંગ -22 માર્ચ

Aaj Nu Panchang - આજનું પંચાંગ - 21 માર્ચ

આગળનો લેખ
Show comments