Webdunia - Bharat's app for daily news and videos

Install App

માત્ર ચાર દિવસમાં ૩૯ ટ્રેનો દ્વારા શ્રમિકો યુ.પી-બિહાર-ઝારખંડ અને ઓડીશા રવાના, ગુજરાતમાંથી સૌથી વધુ ટ્રેનો દોડાવાઈ

Webdunia
ગુરુવાર, 7 મે 2020 (11:35 IST)
ગુજરાતમાંથી અન્ય રાજ્યોમાં રવાના થશે એટલે આવતીકાલ સુધીમાં અંદાજે ૮૨,૦૦૦થી વધુ શ્રમિકો પોતાના વતન પહોંચશે. શ્રમિકોએ ગભરાવાની જરૂર નથી. માત્ર વહીવટી તંત્રને સહયોગ આપવાની જ જરૂર છે. અત્યાર સુધીમાં રેલવે, બસ દ્વારા કુલ ૩.૨૫ લાખથી વધુ શ્રમિકોને તેમના વતન જવા રવાના કરી દેવાયા છે. 
 
તેમણે પરપ્રાંતિયોને અપીલ કરતા કહ્યું કે, રાજ્યનું વહીવટી તંત્ર ખૂબ જ સંવેદના સાથે સમગ્ર વ્યવસ્થા કરી રહ્યું છે ત્યારે, આપ સૌ અધીરા ન બનો અને રોડ પર ન આવો તથા ખોટા સંઘર્ષમાં ન ઉતરો એ જરૂરી છે. ખાસ પ્રકારની વિશેષ રેલ વ્યવસ્થા ગોઠવાય છે એટલે એનું માઈક્રોપ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે. આ તમામ વ્યવસ્થાઓ આગામી ૧૦થી ૧૫ દિવસ સુધી ચાલશે અને જરૂર જણાશે તો વ્યવસ્થા લંબાવીને પણ તમામને પોતાના વતન પહોંચાડવામાં આવશે.
 
સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન કરાયું છે. જેમાં ઓડીશા, યુ.પી. અને ઝારખંડ સમાજના આગેવાનો સાથે પરામર્શ કરીને વ્યવસ્થા કરાઈ રહી છે એટલે શ્રમિકોએ પૂરતો સહયોગ આપવો. શ્રમિકોને વહીવટીતંત્ર દ્વારા સામેથી ફોન, મેસેજ કે સમાજના અગ્રણીઓ દ્વારા જાણ કરવામાં આવશે. એટલે એ જ સમયે આપને બસ દ્વારા રેલવે સ્ટેશન સુધી પહોંચાડવામાં આવશે. ટોળા ભેગા કરીને રોડ પર આવવાથી કોઈ ફાયદો થવાનો નથી માત્રને માત્ર આપે સંયમ રાખવાની જરૂર છે તેમ તેમણે કહ્યું હતું. 
 
અન્ય દેશોમાં પ્રવાસે ગયેલા કે અન્ય કારણોસર ફસાઈ ગયેલા ગુજરાતીઓને પરત લાવવા ભારત સરકારના વિદેશ મંત્રાલય દ્વારા ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી છે. પરત આવવા ઈચ્છુક ગુજરાતીઓએ જે તે દેશના ઇન્ડિયન મિશનમાં નોંધણી કરાવવાની રહેશે. એટલું જ નહિ, ફ્લાઇટની ટિકિટ પ્રવાસીએ સ્વખર્ચે ખરીદવાની રહેશે. 
 
આ અભિયાન હેઠળ પ્રથમ તબક્કામાં તારીખ ૭મી મેથી વિદેશથી આશરે ૧૫૦૦ જેટલા ગુજરાતીઓને પરત લાવવાની કામગીરી શરૂ થશે જેમાં, ફિલિપાઇન્સથી ૨૫૦ મુસાફરો, અમેરિકાથી ૬૦૦ મુસાફરો, સિંગાપુરથી ૨૫૦ મુસાફરો, યુકેથી ૨૫૦ મુસાફરો અને કુવૈતથી ૨૦૦ મુસાફરોને ભારત લવાશે. આ પરત આવનાર તમામ મુસાફરોની ખાસ તબીબી તપાસ કરવામાં આવશે. આ સમગ્ર અભિયાનના સંચાલનની જવાબદારી પ્રવાસન સચિવ મમતા વર્માને સોંપવામાં આવી છે. 
 
સુરત કલેકટર દ્વારા સુરતના રત્નકલાકારોને પણ તેમના વતનમાં જવા પોતાના વાહન તથા લક્ઝરીના માધ્યમથી પરત ફરવા છૂટછાટ અપાશે. સુરતમાં વસતા અને રોજગારી મેળવતા રત્નકલાકારો અને શ્રમિકો માટે તેમના વતન પરત ફરવા ખાસ એસ.ટી. બસોની પણ રાજ્ય સરકાર દ્વારા વ્યવસ્થા કરવામાં આવનાર છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

મુખ્યમંત્રી માટે નામ ફાઈનલ, એકનાથ શિંદે નાખુશ, તેમને મનાવવા જરૂરી.. બોલ્યા રામદાસ અઠાવલે

IPL 2025: કોણ બનશે RCB નો નવો કપ્તાન, આ 3 છે સૌથી મજબૂત દાવેદાર

હિન્દુ એકતા યાત્રા કાઢી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી પર હુમલો... મોબાઈલ ફોન ફેંકવામાં આવ્યો.

IPL Auction: કોણ છે અલ્લાહ ગજાનફર ? 15 વર્ષીય અફગાનિસ્તાની બોલર પર MI એ ખર્ચ કર્યા 4.80 કરોડ, જાણો કરિયર

Sambhal Violence,સંભલ હિંસાને લઈને મોટો ખુલાસો, સૂત્રોએ જણાવ્યુ - તુર્ક VS પઠાનની લડાઈમાં ભડકી બવાલ, 4 ના મોત

આગળનો લેખ
Show comments