Webdunia - Bharat's app for daily news and videos

Install App

લવિંગ - તમારી અનેક હેલ્થ સમસ્યાઓને કરશે દૂર

Webdunia
શુક્રવાર, 18 ઑક્ટોબર 2019 (17:44 IST)
આજના ભાગદોડ ભર્યા જીવનની અંદર લોકો ખાવા-પીવાની અંદર પુરતું ધ્યાન રાખતા નથી અને આથી જ લોકોને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યાઓ ઉત્પન્ન થાય છે. પેટની સમસ્યાઓ માં ગેસ એ સૌથી સામાન્ય સમસ્યા છે. મોટાભાગના લોકો ગેસની સમસ્યાથી પીડાતા હોય છે, તું સવારમાં ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી ની અંદર લવિંગના તેલના અમુક ટીપાં નાખી તેનું સેવન કરવામાં આવે તો પેટને લગતી દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
 
આયુર્વેદીક  મુજબ લવીંગ ખાવાથી શારીરીક શમતા પણ વધે છે. આનાથી રોજ સાંજે દુધ ની સાથે લેવાથી શરીર તંદુરસ્ત રહે છે પુરુષો માટે આ ખૂબ ફાયદાકારક છે. આ શરીરમાં ટેસ્ટોસ્ટેરાન ની સંખ્યા વધારવામાં મદદ કરે છેલવિંગ માં એન્ટી ફંગલ ગુણ હોય છે. આ શ્વાસ સંબંધીત બીમારી માં રામબાણ સમાન સાબિત થાય છે એના પાવડર ને પીસી ને ખાવાથી શ્વાસ લેવામા થતી મુશ્કેલી થી છુટકારો મળે છે.જે વ્યક્તિઓના મોમાં પાયોરિયાની સમસ્યા હોય તેવા વ્યક્તિઓ ના મોં માંથી દુર્ગંધ આવતી હોય છે. મો માથી આવતી આ દુર્ગંધને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. જો 40 થી 45 દિવસો સુધી સતત મો ની અંદર આખું લવિંગ રાખવામાં આવે તો તેના કારણે મોમાંથી આવતી આ દુર્ગંધ અને પાયોરિયાની સમસ્યામાંથી કાયમી માટે છુટકારો મળે છે.
 
લવિંગ માં જીવનું રોગી ગુણ હોય છે. એટલે એના તેલ થી કોગળા કરવાથી મો માં રહેલી ગંધ પણ ખતમ થાય છે. આ મોમાં ખીલ ના બેક્ટેરિયા ને પણ ખતમ કરે છે.લવિંગ દર્દનાશકનું પણ કામ કરે છે.એટલે માથું અથવા કમર દર્દ થવાં પર આ તેલ ની માલિશ કરવાથી ફાયદો થાય છે. આનાથી સુજન પણ ઓછું થાય છે.વધતી જતી ઉંમરની અસરને આપવી છે માત તો કરો આ ઔષધિનો કરો ઉપયોગ.આ જોડો ની પીડા માં પણ ખૂબ ફાયદાકારક છે. જે લોકો ને અર્થરાઇટ અથવા ગઠિયા રોગ છે એમને રોજ રાત્રે સુતા પહેલા લવિંગ ના તેલ થી માલિશ કરવી જોઇએ. એના પછી ગરમ કપડાં થી ઢાંકી દો.આનથી રાહત મળશે.લવિંગનો ઉપયોગ તમારા ચહેરાની સુંદરતા વધારવા માટે પણ કરી શકાય છે. જો ચેહરા માં કોઈપણ પ્રકારના ડાઘ-ધબ્બા અથવા તો ડાક સર્કલ હોય તો તેને દૂર કરવા માટે પણ લવિંગ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે લવિંગના પાઉડરનો તમે ફેસપેક તરીકે ઉપયોગ કરી શકો છો. લવિંગના પાવડર ની અંદર થોડો ચણાનો લોટ ઉમેરી ત્યારબાદ તેને તમારા ચહેરા પર લગાવી લો આમ કરવાથી ચહેરા ઉપરની દરેક સમસ્યાઓમાંથી રાહત મળે છે.
 
જે લોકો ને દાંત માં દર્દ રહે છે એ લોકોએ દાંત માં દબાવીને રાખવું જોઇએ. આનાથી દર્દ ઓછું થાય છે એના વગર લવિંગ ના તેલ થી દાંતો પર માલિશ કરવાથી રક્તસ્ત્રાવની સમસ્યા પણ દૂર થાય છે.મોટાભાગના લોકો ખરતા વાળની સમસ્યાથી પીડાતા હોય છે.પરંતુ લવિંગ ખરતાં વાળની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ સાબિત થાય છે.આ માટે થોડા લવિંગને ગરમ પાણીની અંદર ઉકાળી લો અને ત્યારબાદ તમારા વાળને એ પાણીથી ધોઈ લો.આમ કરવાથી તમારા વાળમાં કુદરતી ચમક આવે છે અને સાથે સાથે તમારા વાળ જડમૂડથી મજબૂત બને છે.જેથી કરીને ખરતા વાળની સમસ્યામાંથી છુટકારો મળે છે.
 
સિગરેટ પીવાથી કોઈ વાર ફેફસાં ની નળી જામ થઇ જાય છે. જેનાથી શ્વાસ લેવામાં તકલિફ થાય છે. આ સમસ્યા થી બચવા માટે રોજ ના ત્રણ થી ચાર લવિંગ ખાવા. એનાથી ફેફસાં મજબૂત થાય છે.જે લોકો ને હંમેશા ઠંડી લાગે છે અથવા જલ્દી શરદી લાગે છે, એમને દિવસ માં બે થી ત્રણ લવિંગ ખાવા જોઈએ. આ શરીર ને ગરમ રાખવામાં મદદ કરે છે. જો તમને વાગ્યું છે અને જલ્દી ઠીક ના થઇ રહ્યુ હોય તો લવિંગ ખાવા જોઈએ આ રોગપ્રતિકારક શક્તિ ને વધારે છે. સાથે ઘાવ ને જલ્દી ભરવાંમાં મદદ કરે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Somwar Upay: સોમવારે કરશો આ સહેલા ઉપાય તો ભગવાન શિવના આશીર્વાદથી તમારું જીવન ખુશીઓથી રહેશે ભરપૂર

Mahashivratri 2025: મહાશિવરાત્રી અને શિવરાત્રી વચ્ચે શું અંતર છે? જાણી લો બંનેનું મહત્વ

Maha Shivratri 2025: ક્યારે છે મહાશિવરાત્રિ, જાણો તારીખ, પૂજા વિધિ અને શુભ મુહુર્ત

10 Mukhi Rudraksha Benefits: 10 મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી શું ફાયદો થાય ? જાણો તેને પહેરવાની સાચી રીત અને મંત્ર

Maha Shivratri 2025: મહાશિવરાત્રિ પર 60 વર્ષ પછી દુર્લભ સંયોગ, આ 3 રાશિના જાતકોનુ વધશે બેંક બેલેંસ

આગળનો લેખ
Show comments