Webdunia - Bharat's app for daily news and videos

Install App

વર્ષો બાદ બ્રિટનમાં કચ્છના મીઠાની નિકાસ શરુ થઈ

Webdunia
સોમવાર, 4 નવેમ્બર 2019 (11:44 IST)
ભારતમાં 1930માં જ્યારે અંગ્રેજ સરકારે ભારતના મીઠા પર કર નાખ્યો હતો ત્યારે રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીએ દ્વારા સાબરમતીથી દાંડી સુધીની પગપાળા યાત્રા કરીને આ કાળા કાયદાનો ભંગ કર્યો હતો. ઐતીહાસીક મહત્વ ધરાવતી આ યાત્રાનું કારક રહેલા મીઠાની ખેપ આઝાદી બાદથી બ્રીટનમાં બંધ થઈ હતી. જેની પાછળ આંતરાષ્ટ્રીય માનકો કારણભુત હતા. પરંતુ આટલા સમય બાદ કંડલાથી વધુ એક વાર મીઠાનું એક્સપોર્ટ બ્રીટનમાં થતા અંગ્રેજોએ દશકાઓ બાદ ભારત અને કચ્છનું મીઠુ ચાખ્યુ હતુ. એક્સપોર્ટર્સએ મીડિયાને જણાવ્યું હતુ કે અત્યાર સુધીના ઘણા પ્રયાસો કરાયા પરંતુ ઉચ્ચ માનકોના કારણે તે સંભવ બનતું નહતુ. હવે આપણે આંતરાષ્ટ્રીયકક્ષાની ગુણવતાને પાર કરતી ગુણવતાને જાળવતા આ શક્ય બન્યું છે. પ્રથમ નિકાસમાં 10 ટન જેટલો જથ્થો પહોંચી ચુક્યો છે અને આગળ પણ નિકાસ થતી રહેશે. જેના કારણે દેશના વિદેશી હુંડીયામણમાં પણ વ્રુદ્ધી શક્ય બનશે. અહિ નોંધવુ રહ્યુ કે માત્ર કચ્છમાંથી સમગ્ર દેશની ખપતમાં લેવાતુ 70%થી વધુ મીઠુ ઉત્પાદન કરાય છે. તેમજ આફ્રિકા, મલેશીયા, ગલ્ફ દેશો સહિતના સ્થળોએ તેની મોટા પાયે નિકાસ પણ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - શું કરે છે?"

ગુજરાતી જોક્સ - 869 માં શું થયું

ગુજરાતી જોક્સ - ત્રીજી વખત લગ્ન

થિલાઈ નટરાજ મંદિર

ગુજરાતી જોક્સ - નવા લગ્ન

વધુ જુઓ..

નવીનતમ

શુ Walk કરવાથી વધેલુ બ્લડ શુગર ઓછુ થાય છે ? જાણો ડાયાબિટીસમાં વોકિંગ કેટલુ છે લાભકારી ?

ગાય અને દૂધવાળો

અળવીના પાતરા

કોફી સ્ક્રબ બનાવતી વખતે આ નાની-નાની ભૂલો ત્વચાને નુકસાન પહોંચાડી શકે છે.

Board Exam Tips- પરીક્ષાની તૈયારીના દરમિયાન આ નિયમોનુ કરો પાલન

આગળનો લેખ
Show comments