Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઔષધિય ગુણોથી ભરપૂર લસણ અમૃત સમાન

Webdunia
શનિવાર, 20 એપ્રિલ 2019 (12:33 IST)
લસણ ગમે ત્યાં મળે છે અને ખવાય છે, પણ એની વાસ અને ધાર્મિક માન્યતાઓને લીધે કેટલાક લોકો તેનો ઉપયોગ કરતા નથી. બાકી દાળ, શાક વગેરેમાં તેનો સ્વાદ અનેરો લાગે છે. તે અનેક રીતે વપરાય છે. ખાદ્ય ઉપરાંત તેના ઔષધિય ગુણો પણ જાણીતા છે, અને તે અર્થે પણ તે વપરાય છે.
ગ્રીસ અને અરબસ્તાનમાં પણ ઘણા જૂના સમયથી લસણ વપરાતું આવ્યું છે એ સસ્તુ અને સુલભ હોઈ ગામડાંના ગરીબ લોકોનો એક માત્ર તેજાનો ગણાય છે. બેલગામ, ધારવાડ, નાસિક, પૂના અને સતારા, લસણના પાકના મુખ્ય કેન્દ્ર છે. તેના બી થતા નથી ભાદરવા કે આસો માસમાં તેની કળીઓ રોપીને જ તેનું વાવેતર કરવામાં આવે. રેનાર કે સારા નિતારવાળી જમીન લસણના પાકને વધુ માફક આવે છે. તેના વાડ ડુંગળીના છોડ જેવા એકથી દોઢ ફૂટ ઊંચાઈના થાય છે. ડુંગળીનું એક દળું થાય છે. જ્યારે લસણનું દસ-પંદર કળીઓવાળું દળું થાય છે. લસણના પાન  ચપટા અને અણીદાર થાય છે. આરોગ્ય માટે લસણ અતિ ગુણકારી હોવાથી આપણાં પ્રાચીન આચાર્યોએ તેને અમૃત સમાન ગણેલ છે. તેની ઉત્પત્તિ પણ અમૃતમાંથી જ થયેલી મનાય છે. આ સંબંધી એક કથા પ્રચલિત છે: ગરુડજી ઇન્દ્રની પાસેથી અમૃતનું હરણ કરી જતા હતા, ત્યારે તેમાંથી  થોડાંક બિંદુઓ ઢોળાઈને પૃથ્વી ઉપર પડયાં ને તેમાંથી લસણ ઉત્પન્ન થયું. ગુણ અને ઉપયોગની દ્રષ્ટિએ લસણ અને અમૃત સમાન જ છે. તેમાં બેમત નથી.
 
ધોળું અને રાતું એમ લસણની બે જાતો છે. બંને ગુણોમાં લગભગ સરખાં છે. ઉપરાંત એક કળિયું કળીવાળું લસણ પણ થાય છે, જે વધારે ગુણકારી ગણાય છે. કેટલાય રોગોમાં તે ઔષધ તરીકે પણ વપરાય છે. તેનું તેલ લકવા અને વાનાં દરદોમાં ઉપયોગી છે. શિયાળાની ઋતુમાં કેટલાક લોકો લીલું લસણ ખાય છે. મગ કે અડદની દાળ, શાક અને ચટણીમાં લસણ નાખવાથી એક વિશિષ્ટ પ્રકરાનો રોચક સ્વાદ આવે છે. દર શિયાળાની ઋતુમાં જો વિવિધપૂર્વક લસણનું સેવન કરવામાં આવે તો મનુષ્ય નિરોગી તેજસ્વી અને બળવાન બની દીર્ઘાયુષ્ય ભોગવે છે. લસણ ઉત્તમ રસાયણ છે. એ બુદ્ધિ, આયુષ્ય, વીર્ય અને પુરુષત્વવર્ધક છે, તેથી શિયાળામાં અને ચોમાસામાં તેનો ખાસ ઉપયોગ કરવો જોઈએ. સ્ત્રીઓ માટે પણ લસણ અત્યંત ગુણકારી ગણાય છે. લસણમાં રહેલું ઉડ્ડયનશીલ દ્રાવ્ય એલાયલ સલ્ફાઇડ લોહીના દબાણની વૃદ્ધિને મટાડે છે. એ મૂત્રલ અને કફદન પણ છે. આમ લસણ ખૂબ ગુણકારી હોવાથી સંસ્કૃતમાં તેને 'મહૌષધ' કહ્યું છે. લસણનો અર્ક પણ કઢાય છે.
 
લસણ ક્ષયના અણુઓની વૃદ્ધિને રોકનાર એક પ્રબળ જંતુનાશક દ્રવ્ય છે. શરીરમાં પ્રવેશ કરીને એ પ્રાણવાયુમાં 'સલ્ફ્યુરિક એસિડ' નામના અમ્લતત્વને ઉત્પન્ન કરે છે. જે ફેફસાં, ત્વચા, વૃક્ક, કાળજા વગેરેની ક્રિયાઓને સુધારીને શરીરની બહાર નીકળી જાય છે. એ જ કારણે નિયમિત રીતે લસણ ખાનારને ભાગ્યે જ ક્ષય છાય છે. અંગ્રેજીમાં લસણને 'ગાર્લિક' કહેવામાં આવે છે. લસણને ઘરગથ્થું ઉપચારમાં પણ સારું એવું વાપરવામાં આવે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

શું પંજાબની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સાડા ત્રણ ગણી બેઠકો વધારવી BJP માટે 'સંજીવની' સાબિત થશે? આંકડાથી સમજો

અમિત શાહની ભુજ મુલાકાત: ભારત-પાક. સરહદે હરામીનાળામાં બોટ મારફતે કર્યું સુરક્ષા નિરીક્ષણ, BSF જવાનો સાથે લીધું ભોજન

પોલીસકર્મીઓ માટે સરકારનો મોટો નિર્ણય: લગ્ન અને શિક્ષણ લોનની મર્યાદામાં તોતિંગ વધારો, હવે ૨થી વધુ સંતાનો વાળાને પણ મળશે લાભ

હવામાન વિભાગની મોટી આગાહી: આજે ઉત્તર ગુજરાતથી શરૂ થશે વરસાદ, જાણો 1 જૂને ક્યાં-ક્યાં પડશે?

ગિલ-સુદર્શનની જોડી બની ટી20 માં સૌથી વધુ સદીની ભાગીદારી કરનારી જોડી, કોહલી-ગેલને છોડ્યા પાછળ

વધુ જુઓ..

ધર્મ

v: શું 31 મેં ના રોજ જેઠ પૂર્ણિમાએ લાગી રહ્યું છે ચંદ્ર ગ્રહણ ? જાણો શું છે 'સ્કોર્પિયો બ્લૂ મૂન'

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 30 મે 2026

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

આગળનો લેખ
Show comments