Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભાદર ૨ ડેમ છલકાતા ૩૭ ગામોને એલર્ટ કરાયા, નદી કાંઠાના ગામના લોકોને સર્તક રહેવા સૂચના

Webdunia
મંગળવાર, 12 જુલાઈ 2022 (14:15 IST)
રાજકોટ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘમહેર યથાવત છે. ત્યારે ધોરાજી પાસે આવેલો ભાદર ૨ ડેમ છલોછલ થઈ ગયો છે. જુલાઈ માસના રૂરલ લેવલ મુજબ ડેમ ૧૦૦ ટકા ભરાઇ ગયો તેવું સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.
 
ડેમમાં વધુ પાણીની આવક થશે તો ડેમના દરવાજા ખોલવામાં આવશે તેવું પણ ડેમ સાઈટ તરફથી જણાવવામાં આવ્યું છે. આથી ડેમ હેઠળ આવતા ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. તેમજ લોકોએ નદીના પટમાં ન જવું તેમજ નદી કાંઠાના ગામના લોકોને સર્તક રહેવા માટે ડેમ વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.
 
રાજકોટ શહેર બાદ ગોંડલ પંથકમાં પણ બપોર પછી ધોધમાર વરસાદ શરૂ થયો છે. બે કલાકમાં દોઢ ઇંચ વરસાદ વરસતા રસ્તાઓ અને ખેતરો પાણી પાણી થઈ ગયા છે. ભાદર-૨ ડેમ છલોછલ થતા ધોરાજી, ઉપલેટા, માણાવદર, કુતિયાણા અને પોરબંદરના ૩૭ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
 
જેમાં ધોરાજીના ભોળા, ભોલગામડા, છાડવાવદર અને સુપેડી ગામનો સમાવેશ થાય છે. ઉપલેટાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઇસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા અને ઉપલેટા ગામનો સમાવેશ થાય છે.
 
માણાવદરના વેકરી, ચીખલોદરા, બિલડી અને વાડાસડા ગામનો સમાવેશ થાય છે. કુતિયાણાના રોધડા, ચૌટા, થેપડા, માંડવા, કટવાણા, કુતિયાણા, પસવાડી, સેગરસ, ભોગસર અને છત્રાવા ગામનો સમાવેશ થાય છે. તેમજ પોરબંદરના ગરેજ, ચીકાસ, નવીબંદર અને મિત્રાળા ગામનો સમાવેશ થાય છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Sprouts Paneer Paratha: નાસ્તામાં સ્પ્રાઉટ્સ પનીર પરાઠા બનાવો, તમને પ્રોટીનનો ડબલ ડોઝ મળશે

સવારે ખાલી પેટ જવાનું પાણી પીવાથી આરોગ્યને મળે છે ફાયદા... ચાલો જાણીએ તેના ફાયદા અને ઉપયોગ કરવાની યોગ્ય રીત

Dahi Bread Rolls: દહીં બ્રેડ રોલ્સ

Baby Boy Names 2026- આ વર્ષના સૌથી આધુનિક અને ટૂંકા નામો, અર્થો સાથે ટોચના 20 નામોની યાદી જુઓ.

Jhalmuri Recipe-નાસ્તામાં આ રીતે સ્વાદિષ્ટ ઝાલમુરી બનાવો અને ખાઓ, આ નાસ્તો મસાલેદાર અને સ્વાદિષ્ટ છે.

વધુ જુઓ..

નવીનતમ

વેલકમ ટૂ ધ જંગલમાં 58 વર્ષની વયે આ અભિનેતાએ કર્યુ એક્ટિંગ ડેબ્યુ, અક્ષય કુમારના ખૂબ ખાયા લાફા

ગુજરાતી જોક્સ - મોબાઈલ ફોનનો યુગ

ગુજરાતી જોક્સ- ડૉક્ટર અને દર્દી

ગુજરાતી જોક્સ- દાદીમાની smartness

પીએમ મોદીની ફેન છે સુનીલ શેટ્ટીની પૌત્રી ઈવારા, તસ્વીર પર ચઢવે છે લાડુ, અભિનેતા બોલ્યા - તેમનામાં કંઈક જાદુ

આગળનો લેખ
Show comments