Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કોની બનશે સરકાર ? બંગાળ સહિત 5 રાજ્યોના આજે એક્ઝિટ પોલ, જાણો કેટલા વાગે અને ક્યા જોશો Exit Poll

exit poll
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થતાની સાથે જ એક્ઝિટ પોલનો ધમધમાટ શરૂ થઈ જશે. વેબદુનિયા   પર આજે સાંજે 6:30 વાગ્યાથી પશ્ચિમ બંગાળ ઉપરાંત તમિલનાડુ, કેરળ, આસામ અને પુડુચેરીના એક્ઝિટ પોલના આંકડા દર્શાવવામાં આવશે. સમગ્ર દેશની નજર ખાસ કરીને પશ્ચિમ બંગાળના પરિણામો પર ટકેલી છે.
ALSO READ: Exit Poll 2026: બંગાળ, તમિલનાડુ, કેરલ, અસમ અને પોંડિચેરીમાં કોની સરકાર ?
 
વેબ દુનિયા વિવિધ મીડિયાના એક્ઝિટ પોલ ડેટાનું પ્રસારણ કરશે. આ ઉપરાંત, ચેનલ એક 'પોલ ઓફ પોલ્સ' પણ રજૂ કરશે, જેમાં વિવિધ મુખ્ય ન્યૂઝ ચેનલો અને અલગ-અલગ સર્વે એજન્સીઓના આંકડાઓને જોડીને એક વ્યાપક વિશ્લેષણ રજૂ કરવામાં આવશે. આનાથી દર્શકોને તમામ સર્વેક્ષણોનો એક સામૂહિક સારાંશ જોવા મળશે.
 
આ એક્ઝિટ પોલના આધારે પાંચેય રાજ્યોમાં કોની સરકાર બનવાની સંભાવના છે તેનું ચિત્ર સ્પષ્ટ થશે. તમિલનાડુ, આસામ, કેરળ અને કેન્દ્રશાસિત પ્રદેશ પુડુચેરી માટે પણ સંભવિત પરિણામોની આગાહી કરવામાં આવશે. ચૂંટણીના સત્તાવાર પરિણામો જાહેર થાય તે પહેલાં જ આ આંકડાઓ દ્વારા રાજકીય માહોલની દિશા સમજી શકાશે.
ચૂંટણીના આ બીજા તબક્કામાં પશ્ચિમ બંગાળના અનેક મહત્વના મતવિસ્તારોમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સાંજ સુધીમાં આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તરત જ વેબદુનિયા પર એક્ઝિટ પોલનું સતત પ્રસારણ શરૂ કરવામાં આવશે.  વેબદુનિય પર પર સાંજે 6:30 વાગ્યાથી સૌથી સચોટ વિશ્લેષણ રજૂ કરવાનો દાવો કરવામાં આવ્યો છે.
 
જોકે, એ યાદ રાખવું જરૂરી છે કે આ એક્ઝિટ પોલના આંકડા માત્ર એક અંદાજિત અનુમાન છે, જે મતદારોના અભિપ્રાય પર આધારિત હોય છે. અંતિમ અને સચોટ પરિણામો તો ચૂંટણી પંચ દ્વારા મતગણતરી પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે. છતાં, પ્રારંભિક વલણો જાણવા માટે આ એક્ઝિટ પોલ અત્યંત મહત્વના સાબિત થશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

West Bengal Election Voting 2026 LIVE: સવારે 11 વાગ્યા સુધીમાં 40 % મતદાન, ફાલ્ટામાં EVM ખરાબીના આરોપ, દક્ષિણ 24 પરગણામાં ભાજપના ઉમેદવારની કારમાં તોડફોડ