પરપ્રાંતિયો પરના હૂમલાથી વાઈબ્રન્ટ ગુજરાત ભૂંસાઈ જશે, કંપનીઓ બંધ થવાની ચર્ચાઓ
, મંગળવાર, 9 ઑક્ટોબર 2018 (12:41 IST)
ગુજરાતમાં પરપ્રાંતીયો હિંસાનો ભોગ બની રહ્યા છે. પરપ્રાંતીયો વિરુદ્ધનો ગુસ્સો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ઘણા ખરા વિસ્તારોમાં હિંસાના રુપે જોવા મળ્યો હતો. રવિવારે રાત્રે આણંદ નજીક ‘બાલ અમૂલ’નો પ્લાન્ટ જેનું ઉદ્ઘાટન 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યાં કેટલાક શખ્સો દ્વારા 8 કોન્ટ્રાક્ટચ્યુઅલ કામદારો પર હુમલો કરવામાં આવ્યો હતો. આ મામલે 9 વ્યક્તિઓની ધરપકડ પણ કરવામાં આવી છે.બીજી તરફ સ્થિતિ વણસતા ઉત્તરપ્રદેશ અને બિહારના મુખ્યમંત્રીઓએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સાથે આ બાબતે વાતચીત કરી હતી. બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારે પટના ખાતે કહ્યું કે, ‘સમગ્ર મામલે અમારા ચીફ સેક્રેટરી અને dgp ગુજરાતના તેમના સમકક્ષો સાથે સંપર્કમાં છે અને સમગ્ર મામલા શાંતિપૂર્ણ રુપે થાળે પડે તે માટે પ્રયાસ શરુ છે.’10 દિવસ પહેલાથી શરુ થયેલ આ હિંસાત્મક ઘટનામાં અત્યાર સુધીમાં પરપ્રાંતીયો પર હુમલાના 56 કેસ નોંધાયા છે. તેમજ સમગ્ર ગુજરાતમાં 431 જેટલા વ્યક્તિઓની આ મામલે ધરપકડ પણ કરવામાં આવી છે. હુમલાના સૌ પ્રથમ બનવાો સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદમાં બન્યા હતા. જે પાછળથી વડોદરા, આણંદ અને પંચમહાલ જિલ્લા સુધી વિસ્તર્યા હતા. આ તમામ જગ્યાએ ઠાકોર જ્ઞાતિની વસ્તી પ્રમાણમાં વધારે છે. હુમલા પાછળ કથીત રુપે ઠાકોર જ્ઞાતિના હોવાનું કારણ આપવામાં આવી રહ્યું છે કેમ કે ભોગ બનનાર માસૂમ આ જ સમાજમાંથી આવતી હતી.આ મામલે રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, સમગ્ર રાજ્યમાં કાયદો વ્યવસ્થા જાળવવા માટે 17 SRPની ટુકડીઓ ડિપ્લોય કરવામાં આવી છે. તેમજ ચીફ સેક્રેટરી જે.એન. સિંહે કહ્યું કે, ‘જે પર જિલ્લામાં પરપ્રાંતીયો પર હુમલાની ઘટના બનશે અને ગુજરાતની અસ્મિતાને ડાઘ લગાડતી ઘટના બનશે તેના માટે જેતે જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને દરેક પ્રકારના કડક પગલા ભરવા માટે આદેશ આપવામાં આવ્યા છે.’
આગળનો લેખ