Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

વાસ્તુ ટિપ્સ - હોળીના દિવસે બસ કરો એક ઉપાય, ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સુખ-સમૃદ્ધિનુ આગમન થશે

વાસ્તુ ટિપ્સ -  હોળીના દિવસે બસ કરો એક ઉપાય, ઘરમાંથી નકારાત્મકતા દૂર થશે અને સુખ-સમૃદ્ધિનુ આગમન થશે
, સોમવાર, 18 માર્ચ 2019 (13:40 IST)
ખુશીઓનો તહેવાર હોળી આપ સૌના જીવનમાં નવા રંગ ભરે. આ તહેવાર પર કેટલાક સહેલા ઉપાય કરવાથી આપ આપના ઘર અને આપની આસપાસ રહેલી નકારાત્મકતાને દૂર કરી શકો છો અને સકારાત્મકતા ઉર્જાનો પ્રવાહ વધી શકે છે.  આવો જાણીએ હોળી પર કરવામાં આવનારા કેટલાક સહેલા ઉપાયો વિશે.. 
 
- હોલિકા દહનની ભસ્મને શુભ માનવામાં આવે છે. આ ભસ્મને ઘરમાં લાવીને દરેક ખૂણામાં છાંટી દેવાથી ઘરમાં રહેલ નકારાત્મક ઉર્જા નષ્ટ થઈ જાય છે.  ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. 
 
-હોલિકાની અગ્નિમાં નારિયળનુ દહન કરવાથી નોકરી કે રોજગાર સાથે સંબંધિત અવરોધ દૂર થાય છે. જો પરિવારમાં કોઈ બીમાર છે તો હોળી દહનની રાખ દર્દીના સૂવાના સ્થાન પર છાંટી દો. 
 
- ઘરમા ક્લેશ રહે છે તો હોળીની અગ્નિમાં જવનો લોટ અર્પિત કરો. 
 
- ઘરને ખરાબ નજરથી બચાવવા માટે ગાયના છાણમાં જવ, અળસી અને કુશ મિક્સ કરીને નાનકડુ છાણુ બનાવીને તેને ઘરના મુખ્ય દરવાજા પર લગાવી દો. 
 
- હોળી પર હનુમાનજીને ચોલા અને ગુલાબના ફુલની માળા અર્પિત કરો. 
 
- હોળીથી શરૂ કરીને બજરંગ બાણનો 40 દિવસ સુધી નિયમિત પાઠ કરો. 
 
- હોળીના દિવસે પીળા વસ્ત્રોમાં કાળી હળદરની સાથે એક ચાંદીનો સિક્કો તમારી તિજોરીમાં મુકી દો. આવુ કરવાથી મા લક્ષ્મીની કૃપા કાયમ રહે છે. 
 
- હોળી પર નિર્ધનોને ભોજન કરાવો. 
 
- હોળીના દિવસે ઘરના મુખ્ય દરવાજા પર ગુલાલ જરૂર છાંટો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

આજનું રાશિ ભવિષ્ય : કેવો રહેશે તમારો આજનો દિવસ(18.03.2019)