ઘણી વાર એવુ થાય છે કે આપણા જીવનની પરેશાનીઓ ખત્મ જ થતી નથી. . ઘણી વાર તો ઘણા પ્રકારના ઉપાય કરવાથી પણ રાહત નથી મળતી. તેથી અમે તમારા માટે વાસ્તુના કેટલાક ઉપાય લાવ્યા છે જે તમારી બધી પ્રાબ્લેમ્સને ખત્મ કરવામાં મદદ કરશે. આવો જાણી તે ઉપાયો
1. વાસ્તુશાસ્ત્ર મુજબ જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં અખંડ રામાયણનો પાઠ કરવો જોઈએ. સાથે જ ઘરના ઉત્તર-પૂર્વ ખૂણામાં માટીનો કળશ મુકો. આ ધ્યાન રાખો કે કે કળશ ખંડિત ન હોવો જોઈએ. જ્યારે રામાયણ પાઠ સમાપ્ત થઈ જાય તો કળશનું જળ તુલસીમાં નાખી દો. તેનાથી ઘરનો વાસ્તુદોષ દૂર થાય છે.
2. જો ઘરના કોઈ ખૂણામાં બીમ બનેલું છે તો આ વાતનુ ધ્યાન રાખવા યોગ્ય વાત છે કે બીમની નીચે ક્યારે પણ પથારી ન કરવી. તેનાથી ઘરમાં નકારાત્મકતા વધે છે. તેથી આ કોશિશ કરવી કે બીમવાળી જગ્યા પર કઈ પણ હોય. ના તો ત્યાં બેસવું અને ના ત્યાં સૂવો.
3.ઘરમાં હમેશા જ દક્ષિણ દિશામાં સૂવુ જોઈએ. આવું કરવાથી સ્વભાવમાં સકારાત્મક પરિવર્તન આવે છે તેમજ એ પણ ધ્યાન રાખો કે પશ્ચિમની બાજુ ક્યારે પણ માથુ મુકીને ન સુવુ. .
4. ઘરના જો કોઈ સભ્ય સતત બીમાર રહે છે તો ઘરમાં મીઠાનુ પોતુ લગાવો. તેનાથી ઘરની નેગેટિવિટી દૂર થાય છે. સાથે જ પૉઝિટીવિટી ઉર્જાનો સંચાર થાય છે.
5. જો તમારા ઘરમાં ઘણી દવાઓ છે અને તેમાંથી કેટલીક દવાઓની જરૂર નથી તો તેને ફેંકી દો. જો આવું નહી કરો તો આ દવાઓ રોગોને નિમંત્રણ આપશે.