Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

શ્રીકૃષ્ણએ 5 પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ આવે છે

શ્રીકૃષ્ણએ 5 પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ આવે છે
, ગુરુવાર, 8 એપ્રિલ 2021 (19:02 IST)
દરેક માણસ ઈચ્છે છે કે તેના ઘરમાં હમેશા સુખ સમૃદ્ધિ બની રહે અને બધા દેવી દેવતાઓનો વાસ હોય. તેના માટે માણ્સ તેમના ઘરમાં પૂજા પાઠની સાથે દાન પુણ્ય પણ કરે છે. પણ શું તમે જાણો છો કે મહાભારતના એક પ્રસંગમાં શ્રીકૃષ્ણએ યુદ્ધિષ્ઠિરથી કેટલીક એવી પવિત્ર વસ્તુઓ વિશે જણાવ્યું છે, જેને ઘરમાં રાખવા માત્રથી દેવી દેવતાઓની કૃપા બની રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિનો આગમન હોય છે. જાણો આ પવિત્ર વસ્તુઓ વિશે. 
 
ચંદન 
ચંદન ખૂબ જ પવિત્ર ગણાય છે. તેની સુગંધથી વાતાવરણની નકારાત્મક ઉર્જા ખત્મ હોય છે. બધા દેવી દેવતાઓની પૂજામાં પણ ચંદનનો ખા સમહત્વ છે. ચંદનનો ચાંદલો લગાવાય છે. તેના તિલકથી મનને શાંતિ મળે છે. ચંદન ઘરમાં હમેશા રાખવું જોઈએ, કારણ કે દરરોજ પૂજા કરતા સમયે દેવી દેવતાઓને કંદન અર્પિત કરવું જોઈએ. 
 
વીણા 
બુદ્ધિ અને શિક્ષાની દેવી સરસ્વતીનો પ્રિય વાદ્ય યંત્ર છે વીણા. વીણા ઘરમાં રાખશો તો સરસ્વતીની કૃપાથી બધા સભ્યોની બુદ્ધિનો વિકાસ થશે. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ધૈર્ય રાખવાની પ્રેરણા મળશે. 
 
ઘી 
ઘરમાં ઘી હમેશા રાખવું જોઈએ અને નિયમિત રૂપથી તેનો સેવન કરતા રહેવું જોઈએ. ઘીથી શક્તિ મળે છે અને શરીર સ્વસ્થ રહે છે. ઘરમાં દરરોજ સાંજે ઘીનો દીપક પણ સળગાવવું જોઈએ. પૂજામાં પણ ઘીનો મહત્વ છે. આ કારણે ઘીનો ફરજિયાત રૂપથી ઘરમાં રાખવાની સલાહ આપીએ છે. ઘીનો સેવન કરવાથી પહેલા તમારા ચિકિસ્તક્સથી પરામર્શ જરૂર લેવી જોઈએ. 
 
મધ 
વાસ્તુની માન્યતા છે કે ઘરમાં મધ રાખવાથી ઘણા દોષ શાંત થઈ જાય છે. સાથે જ પૂજનમાં પણ મધ જરૂરી હોય છે. આ બધા દેવી દેવતાઓને અર્પિત કરાય છેૢ જે ઘરોમાં દરરોજ પૂજા કરાય છે, તે ઘરમાં મધ  હમેશા જ હોવું જોઈએ. 
 
પાણી 
ઘરમાં હમેશા જ સાફ જળ ભરેલો રહેવું જોઈએ. જ્યારે પણ કોઈ મેહમાન ઘર આવે તો સૌથી પહેલા તેને પીવા માટે જળ જરૂર આપવું જોઈએ. તેનાથી કુંડળીના ઘણા દોષ દૂર થાય છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Chaitra Navratri 2021- ચૈત્ર નવરાત્રી શરૂ થવા જઇ રહી છે, નિશ્ચિતરૂપે આ કામ કરો, માતાજી ખુશ થશે