Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - આજે જ કરી લો મીઠું અને લવિંગનો આ ઉપાય, ઘરમા થશે બરકત, ઘરમાં અચાનક આવવા માંડશે પૈસા

Webdunia
ગુરુવાર, 4 જાન્યુઆરી 2024 (09:36 IST)
vastu tips

- વાસ્તુશાસ્ત્રમાં આખા મીઠાનું ખૂબ મહત્વ છે 
- ઘરમાં મીઠાનો આ ઉપાય કરવાથી બરકત આવે છે 
 
Vastu Tips: આજે વાસ્તુશાસ્ત્રમાં આપણે ઘરમાં ધન અને આશીર્વાદની પ્રાપ્તિ વિશે વાત કરીશું. કાચના વાસણ અથવા બાઉલમાં થોડું આખુ મીઠું લો અને તે બાઉલમાં મીઠાની સાથે ચાર-પાંચ લવિંગ પણ મુકો. તમે તેને ઘરના કોઈપણ ખૂણામાં મૂકી શકો છો. આ ઉપાય કરવાથી ધનનો પ્રવાહ શરૂ થશે અને ઘરની વસ્તુઓમાં સમૃદ્ધિ આવશે. કાચના વાસણમાં મીઠું મુકવાથી એક તરફ ઘરમાં પૈસાની તંગી દૂર થશે તો બીજી તરફ આખું ઘર એક અલગ જ સુગંધથી મહેકશે અને ઘરમાં સુખ-શાંતિ રહેશે.
 
આ ઉપરાંત જો બાથરૂમને લગતી કોઈ વાસ્તુ સંબંધિત સમસ્યા હોય તો એક બાઉલમાં ક્રિસ્ટલ સોલ્ટ લઈને તેને બાથરૂમમાં એવી જગ્યાએ મુકો જ્યાં કોઈ તેને અડકી ન શકે અને દર થોડા દિવસે બાઉલમાં મીઠું બદલો. વાસ્તુ અનુસાર, જો તમારા ઘરનો કોઈ સભ્ય બીમાર છે, તો બેડરૂમમાં તે સભ્યના પલંગ પર એક બાઉલમાં આખા મીઠાના થોડા ટુકડા મુકો. બીમાર વ્યક્તિનું માથું પૂર્વ દિશામાં રાખવું. વાસ્તુમાં આ ઉપાય ખૂબ જ અસરકારક હોવાનું જણાવવામાં આવ્યું છે. 
 
આ ઉપરાંત ઘરમાંથી નેગેટીવીટી અને દરિદ્રતા  દૂર કરવા માટે ઘરને મીઠાથી સાફ કરો. આ ઉપાય ગુરુવાર છોડીને  દરરોજ કરી શકાય. એક ચપટી મીઠાના પાણીથી પોતુ કરવાથી ઘરમાં પોઝીટીવ  ઉર્જા આવે છે. તેની સાથે જ ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.


Edited by - kalyani deshmukh 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

14 ફેબૃઆરીનું રાશિફળ - આ 4 રાશિઓ માટે વેલેન્ટાઇન ડે રહેશે ખૂબ જ ખાસ, આજે સંબંધોમાં રહેલી ગેરસમજ થશે દૂર, મળશે તમારો સાચો પ્રેમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

આગળનો લેખ
Show comments