Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Tijori Vastu: ઘરના આ 3 સ્થાન પર બનાવડાવો તિજોરી, ક્યારેય નહી થાય ધનની કમી, સાત પેઢી રાજ કરશે

Tijori Vastu tips
Tijori Vastu tips
Tijori Vastu: એવુ કહેવાય છે કે ઘરની તિજોરી પણ આપણા બંધ નસીબના દરવાજા ખોલી શકે છે. પણ આવુ ત્યારે થશે જ્યારે તિજોરી યોગ્ય સ્થાન પર બનાવવામાં આવે.  મોટેભાગે લોકો  ઘરમા કિમંતી વસ્તુઓ કે પૈસા ક્યાય પણ મુકી દે છે. પણ વાસ્તુ મુજબ આવુ કરવુ ખોટુ બતાવ્યુ છે.  ઉલ્લેખનીય છે કે ધન મુકવા માટે કેટલીક ખાસ દિશાઓ હોય છે અને જો આ દિશાઓમાં તિજોરી બનાવવામાં આવે તો તેનાથી પૈસા આવશે પણ અને ટકશે પણ. ચાલો જાણીએ કે એ કંઈ દિશાઓ છે.  

ઘરમાં તિજોરી મુકવાના યોગ્ય સ્થાન 

 
- ઘરમાં તિજોરી મુકવા માટે ઉત્તર, પૂર્વ અને દક્ષિણ પશ્ચિમ દિશાઓ સૌથી શુભ માનવામાં આવે છે.
-  જો તમે આ દિશામાં પૈસા મુકશો, તો પૈસા આવશે પણ અને ટકશે પણ. 
-  આ દિશાઓ ધન-સંપત્તિમાં વધારો કરે છે અને પ્રગતિનો માર્ગ ખોલે છે.
- કહેવાય છે કે મોટાભાગના ધનવાન લોકો આ ત્રણ સ્થળોએ પોતાની તિજોરી મુકે છે. 
 
પરંતુ એક વાત ધ્યાનમાં રાખો કે જો તમે ઉત્તર દિશામાં તિજોરી બનાવી રહ્યા છો કે મુકી રહ્યા છો, તો તેની પાછળ દક્ષિણ દિવાલ અડીને હોવી જોઈએ અને દરવાજો ઉત્તર દિશામાં ખુલવો જોઈએ. તો જ તમને આ દિશામાં તિજોરી મુકવાનો ફાયદો થશે. ભૂલથી પણ દરવાજો ક્યારેય દક્ષિણ દિશામાં ન ખુલવો જોઈએ, નહીંતર પૈસા અંદર આવવાને બદલે બહાર વહેવા માંડશે.

ક્યા ન મુકવી જોઈએ તિજોરી 

 
ભૂલથી પણ દક્ષિણ કે દક્ષિણપૂર્વ દિશામાં તિજોરી ક્યારેય ન બનાવવી જોઈએ. એવું કહેવાય છે કે આ દિશામાં પૈસા મુકવાથી આર્થિક નુકસાન થઈ શકે છે. વધુમાં, પશ્ચિમ કે વાયવ્ય દિશામાં તિજોરી મુકવાનું ટાળવું જોઈએ. એવું કહેવાય છે કે આનાથી પૈસાની સતત અછત રહે છે. ઉપરાંત, ધ્યાનમાં રાખો કે તિજોરી બિલકુલ ગંદી ન હોવી જોઈએ; તેને નિયમિતપણે સાફ કરો. ગંદી તિજોરી પૈસાના પ્રવાહને અવરોધે છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

22 મે નું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે માતા લક્ષ્મીજીની કૃપા