Webdunia - Bharat's app for daily news and videos

Install App

Importance of Water in Pooja Room: શુભ છે પૂજા ઘરમાં જળ મુકવુ, જાણો શુ કહે છે શાસ્ત્રો

Webdunia
ગુરુવાર, 1 જૂન 2023 (12:49 IST)
Importance of Water in Pooja Room: અનેક લોકો પોતાના ઘરમાં પૂજા ઘર બનાવે છે. જ્યા પૂજન સામગ્રી સાથે શંખ, ગરૂડ ઘંટી, કોડી, ચંદન બટ્ટી, તાંબાના સિક્કા, આચમન પાણી, ગંગાજળ અને પાણીનો લોટો મુકે છે. લોટો નહી તો જળ કળશ મુકે છે. શુ આપ જાણો છો કે છેવટે કેમ પૂજા ઘરમાં જળ મુકવામાં આવે છે. જો નહી તો આજે જાણીશુ તેના કારણો 
 
પવિત્રતા - રોજ પૂજા પહેલા આપણે જળથી ભગવાનના વિગ્રહને સ્નાન કરાવ્યા બાદ સ્થાન પર જળ છાંટીને પવિત્ર કરીએ છીએ. તેથી જળની જરૂર માટે એક લોટો પાણી મુકવામાં આવે છે. 
 
વરુણ દેવ - જે રીતે ગરુડદેવની સ્થાપના ગરુડ ઘંટીના રૂપમાં કરવામાં આવે છે એ જ રીતે વરુણ દેવની સ્થાપના જળના રૂપમાં કરવામાં આવે છે. આવુ કરવાનુ કારણ એ છે કે જળની પૂજા વરુણ દેવના રૂપમાં થાય છે અને એ જ દુનિયાની રક્ષા કરે છે. 
Lakshmi Puja
તુલસી જળ - પૂજા ઘરમાં મુકવામાં આવતા જળમાં તુલસીના થોડા પાન નાખીને મુકવામાં આવે છે. જેને કારણે તે જળ શુદ્ધ અને પવિત્ર હોવાની સાથે જ આચમન યોગ્ય બની જાય છે અને આનાથી જ જ્યારે આપણે પૂજા સ્થળને શુદ્ધ કરીએ છીએ તો દેવી અને દેવતા પ્રસન્ન થાય છે. 
 
 નૈવેદ્ય - નૈવેદ્ય આપણે રોજ પૂજા પછી ભગવાનને પ્રસાદ અર્પણ કરીએ છીએ જેને નૈવેદ્ય કહેવામાં આવે છે. નૈવેદ્યમાં મીઠાસ કે મધુરતા હોય છે. તમારા જીવનમાં મીઠાસ અને મધુરતા હોવી જરૂરી છે.  દેવી અને દેવતાને નૈવેદ્ય લગાવતા રહેવાથી તમારા જીવનમાં મધુરતા, સૌમ્યતા અને સરલતા કાયમ રહેશે.  ફળ, મીઠાઈ, મેવા અને પંચામૃતની સાથે નૈવેદ્ય ચઢાવવામાં આવે છે. નૈવેદ્ય અર્પિત કર્યા બાદ ભગવાનને જળ અર્પણ કરવા માટે પણ પૂજા ઘરમાં પાણી મુકવામાં આવે છે. 
જળની સ્થાપના - પૂજા ઘર કે ઉત્તર અને ઈશાન ખૂણામાં જળની સ્થાપના કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ કાયમ રહે છે. તેથી પણ પૂજા ઘરમાં જળની સ્થાપના કરવામાં આવે છે. પૂજાના સ્થાન પર તાંબાના વાસણોમાં જળ મુકવામાં આવે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા મુજબ જળ મુકવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. 
 
આરતી - જ્યારે આપણે આરતી કરીએ છીએ તો ત્યારબાદ આરતીની થાળી પર થોડુ જળ નાખીને આરતીને ઠંડી કરવામાં આવે છે. ત્યારબાદ ચારેય દિશાઓમાં અને બધી વ્યક્તિઓ પર જળનો છંટકાવ કરવામાં આઅવે છે. ત્યારબાદ બધાને ચરણામૃત પ્રદાન કરીને પ્રસાદ આપવામાં આવે છે. તેથી પણ જળને પૂજા ઘરમાં મુકવામાં આવે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

9 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિઓના ચમકશે નસીબ, ધનમાં થશે વધારો

સાપ્તાહિક રાશિફળ- 9 સેપ્ટેમ્બર થી 15 સેપ્ટેમ્બર સુધીનુ રાશિફળ

8 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર મહાદેવની રહેશે કૃપા

7 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે ગણેશ ચતુર્થીનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે બાપ્પાની કૃપા

6 સપ્ટેમ્બરનું રાશિફળ - આજે કેવડાત્રીજનાં દિવસે આ રાશિના જાતકો પર રહેશે શિવ-પાર્વતીની કૃપા

આગળનો લેખ
Show comments