Webdunia - Bharat's app for daily news and videos

Install App

સાનિયાએ કપિલ શર્માના શો માં..કપિલને વાસણો પરત કરવાનું કેમ કહ્યુ !!

Webdunia
બુધવાર, 30 જાન્યુઆરી 2019 (13:27 IST)
જાણીતી ટેનિસ ખેલાડિ સાનિયા મિર્ઝા ધ કપિલ શર્મા શો ઉપર તેની બહેન અનમ મિર્ઝા સાથે આ વિકેન્ડમાં આવનાર એપિસોડમાં જોવા મળશે. સાનિયા કે જેનુ કપિલ સાથે ઘણું જ ઘનિષ્ઠ બંધન જોવા મળે છે તે લગ્ન બાદ બદલાયેલુ લાગે છે. સાનિયા કે જે હૈદ્રાબાદમાં જન્મી અને મોટી થઈ છે તેનુ હૈદ્રાબાદી હિન્દિ ઉપર ખૂબ સારુ પ્રભુત્વ હતુ. પરંતુ તેને એવું લાગે છે કે તેણીની બહેન અનમ તે સ્થાનિક ભાષા બોલવા વધુ ટેવાયેલી છે. સાનિયાને એવું લાગે છે કે હૈદ્રાબાદના લોકો સામાન્યપણે સ્વભાવે હળવા છે અને થોડા આળસુ પણ છે, તેથી તેઓ અમુક શબ્દો ખાઈ જાય છે અને બધા જ હિન્દિ શબ્દોનુ ટૂંકુ રૂપ છે જેમ કે આઈકુ, જાઈકુ વગેરે.

હૈદ્રાબાદ વિષે વાત કરતા, તેની બિરયાની જગવિખ્યાત છે, કપિલ જયારે હૈદ્રાબાદમાં હતો ત્યારે સાનિયાએ તેને તેમજ તેમની ટીમને સૌથી સ્વાદિષ્ટ બિરીયાનીમાંથી એકની ટ્રીટ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો જેના પ્રતિભાવમાં સાનિયાએ તરતજ તેન કહ્યુ હતુ, " તેં હજુ સુધી વાસણો પાછા આપ્યા નથી અને તેઓ હજુ પણ મારી પાસે તે પાછા માંગે છે."

કપિલને ત્યાર બાદ આખો જ બનાવ વિગતવાર યાદ આવે છે," અમે હૈદ્રાબાદ ગયા હતા અને થોડી બિરયાની ખાવા ઈચ્છતા હતા. અમે સાનિયાને ફોન કર્યો હતો કે એવી શ્રેષ્ઠ જગ્યા કે જયાં અમે ઓર્ડર આપી શકિએ. સાનિયા કે જે દુબઈમાં હતી તેણે અમારા માટે કેટલીક મોં મા પાણી આવી જાય તેવી બિરયાનીનુ અમારા માટે આયોજન કર્યુ હતુ. અમે જે જથ્થો જોયો તેનાથી આશ્ર્ચર્ય પામી ગયા હતા કારણકે તે ખૂબ જ હતો. અમે તેમાંથી થોડોક ભાગ બધી રૂમોમાં મોકલી દિધો અને તે પૂરો થયો ત્યારે હોટેલમાંથી દરેક જણ સ્ટાફ સહિત તે બિરીયાનીની સુગંધથી મહેંકતુ હતુ. આ પ્રક્રિયામાં, થોડા વાસણો ખોવાઈ ગયા હતા. અમે માનતા હતા કે બિરીયાનીનુ બિલ અમે ચુકવી દિધુ છે પરંતુ જે વ્યક્તિ બિરીયાની લઈ આવ્યો હતો તેણે તેના વાસણો વિષે પૂછવાની શરૂઆત કરી દિધી હતી."

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Vastu Tips: જો તમે આ 7 વાસ્તુ નિયમોનું પાલન કરશો તો ઘરમાં હંમેશા રહેશે દેવી લક્ષ્મીનો વાસ

24 જુલાઈનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો લક્ષ્મી યોગથી થઈ જશે માલામાલ

23 જુલાઈનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે સાંઈબાબાની કૃપા

22 જુલાઈનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને લગ્ન અંગે ખુશીના સમાચાર મળશે

સાપ્તાહિક રાશિફળ- આ અઠવાડિયે પ્રગતિની શક્યતાઓ છે

વધુ જુઓ..

લાઈફ સ્ટાઈલ

યુરિક એસિડ હોય તો સવારે ખાલી પેટ ખાઈ લો આ સફેદ વસ્તુ, સાંધામાં જમા થયેલ પ્યુરિન પેશાબ દ્વારા નીકળી જશે બહાર

Jalaram Jayanti 2024- જલારામ બાપા નો ઇતિહાસ

Thekua Recipe - છઠ પૂજા પર ઠેકુઆ બનાવતી વખતે અપનાવો આ ખાસ રીત, એકદમ મુલાયમ બનશે તમારો પ્રસાદ

ગંદા કપડા પહેરવાથી શું નુકસાન થઈ શકે છે?

હેલ્ધી કેસર-પિસ્તા પુડીંગ (Kesar Pista Pudding)

આગળનો લેખ
Show comments