Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
मंगलवार, 15 अक्टूबर 2024
webdunia

Tokyo Olympics: દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ, ઓલંપિક ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય તીરંદાજ

Tokyo Olympics: દીપિકા કુમારીએ રચ્યો ઈતિહાસ,  ઓલંપિક ક્વાર્ટર ફાઈનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય તીરંદાજ
નવી દિલ્લી. , શુક્રવાર, 30 જુલાઈ 2021 (08:25 IST)
દુનિયાની નંબર એક તીરંદાજ દીપિકા કુમારી (Deepika Kumari)એ પૂર્વ વિશ્વ ચેમ્પિયન રૂસી ઓલંપિક સમિતિની સેનિયા પેરોવાને રોમાંચક શૂટ ઓફમાં હરાવીને ટોકિયો ઓલંપિક (Tokyo Olympics)  મહિલા સિંગલ્સના ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કરી લીધો. પાંચ સેટ પછી સ્કોર 5-5 થી બરાબરી પર હતો. દીપિકાએ દબાણનો સારી રીતે સામનો કરતા શૂટ ઓફમાં પરફેક્ટ 10 સ્કોર કર્યો અને રિયો ઓલંપિકની ટીમ રજત પદક વિજેતાને હરાવી. 
 
એક તીરના શૂટઓફમાં શરૂઆત કરતા રૂસી તીરંદાજ દબાણ હેઠળ આવી ગઈ જેને કારણે તે સાતનો સ્કોર જ કરી શકી જ્યારે કે દીપિકાએ દસ સ્કોર કરીને આ મુકાબલો 6-5 થી જીત્યો. ત્રીજીવાર ઓલંપિક રમી રહેલ દીપિકા ઓલંપિક તીરંદાજી ઈવેંટના અંતિમ આઠમાં પહોંચનારી પ્રથમ ભારતીય તીરંદાજ બની ગઈ. આ ઉપરાંત ભારતીય તીરંદાજ અતનુ દાસ પણ પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ચુક્યા છે. અતનુ દાસે ગુરૂવારે બીજા રાઉંડના ખૂબ જ રોમાંચક મુકાબલામાં બે વારના ઓલંપિક ચેમ્પિયન દક્ષિણ કોરિયાના ઓ જિન્હયેક   (Oh Jinhyek)ને શૂટ ઓફમાં હરાવ્યા હતા. 
 
આગામી રાઉંદમાં અતનુ દાસનો સામનો જાપાનના તાકાહારુ ફુરુકાવા સાથે થશે, જે લંડન ઓલંપિકના વ્યક્તિગત રજત પદક વિજેતા છે. ફુરુકાવા અહી કાંસ્ય પદક જીતનારી જાપાનની ટીમો ભાગ પણ હતા. અતનુ દાસ  (Atanu Das) અને દીપિકા કુમારીએ (deepika kumar) ગયા વર્ષે જૂનમાં લગ્ન કર્યા હતા. આજે દીપિકાની મેચ દરમિયાન તેઓ ત્યા હાજર હતા અને પોતાની પત્નીનો ઉત્સાહ વધારતા પણ જોવા મળ્યા

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

IND vs SL 3rd T20 Live Score: ત્રીજી ટી-20માં 7 વિકેટથી હારી ટીમ ઈંડિયા, 1-2ના અંતરથી ગુમાવી સીરીઝ