Tokyo Olympics 2020 Day 7, Tokyo Olympic, Tokyo Olympics 2021: ટોકિયો ઓલંપિકમાં 29 જુલાઈના રોજ સ્ટાર શટલર પીવી સિંઘુ (PV Sindhu) એ ડેનમાર્કની મિયા બ્લિચફેલ્ટ (Mia Blichfeldt) ના વિરુદ્ધ રાઉંડ ઓફ 16 મુકાબલો 21-15, 21-13થી જીતીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન પાક્કુ કરી લીધુ છે. 12માં નંબરની ખેલાડી બ્લિચફેલ્ટ વિરુદ્ધ સિંઘુની છ મેચોમાં આ પાંચમી જીત રહી. ભારતીય ખેલાડીને મિયાના વિરુદ્ધ એકમાત્ર હારનો સામનો આ વર્ષે થાઈલેંડ ઓપનમાં કરવો પડયો હતો. જો કે બોક્સિંગમાં ભારતીય ફેંસને જરૂર નિરાશા મળી. જ્યા 6 વારની વિશ્વ ચેમ્પિયન ભારતીય મુક્કેબાજ એમસી મેરીકોમ(Mary Kom) 51 કિગ્રા ફ્લાઈવેટ વર્ગના પ્રી ક્વાર્ટર ફાઈનલમાં કોલંબિયાની ઈંગ્રિટ વાલેંસિયા (Ingrit Valencia) થી 2-3 થી હારીને ઓલંપિકમાંથી બહાર થઈ ગઈ.
ભારતની પુરૂષ હોકી ટીમે અર્જેટીના વિરુદ્ધ પુલ એ મેચ 3-1તહી પોતાને નામ કરી. આ સાથે ભારતીય ટીમ પૂલમાં બીજા સ્થાન પર રહી. વાત જો તીરંદાજીની કરીએ તો પુરૂષ વર્ગ (1/16 Eliminations) માં અતનુ દાસે સાઉથ કોરિયાના દિગ્ગજ ખેલાડી ઓહ જિન હયેક (Oh Jin-Hyek) ને શૂટઓફમાં હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં સ્થાન બનાવી લીધુ.